ઇકો કારની હડફેટે બાઈકચાલકને ઇજા

- text


વાંકાનેર બાઉન્ડ્રી પાસે અકસ્માતની ઘટના મામલે ઇજાગ્રસ્તના પુત્રએ ફરિયાદ નોંધાવી

વાંકાનેર : વાંકાનેર બાઉન્ડ્રી પાસે ઇકો કાર ચાલકે બાઈકને હડફેટે લેતા બાઈક ચાલકને ઇજા પહોંચી હતી.આ બનાવ અંગે ઇજાગ્રસ્તના પુત્રએ ઇકો કાર ચાલક ફરિયાદ નોંધાવી છે. આથી વાંકાનેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

- text

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર ફરિયાદી જયંતીભાઇ ઉકાભાઇ બાવળીયા (ઉ.વ. ૩૫ ધંધો ઇમીટેશનનો રહે. બામણબોર દરબારગઢ શેરી નં-૩ તા.જી.રાજકોટ) એ ઇકો કાર નં. જી.જે.૦૩.ઇ.એલ.૬૩૪૬ નો ચાલક સામે ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.૮ ના રોજ બપોરના બે વાગ્યાની આસપાસ વાંકાનેર બાઉન્ડ્રી ઉપર આરોપીએ પોતાના હવાલાવાળી ઇકો કાર નં. જી.જે.૦૩.ઇ.એલ.૬૩૪૬ ને ફુલ સ્પીડે અને ગફલતભરી રીતે ચલાવી ફરીયાદીના બાપુજી ઉકાભાઇ માવજીભાઇ બાવળીયા રોડ ઉપર ઉભેલ ત્યારે તેમને તેમના મો.સા. નં. જી.જે.૩.એએફ.૨૭૩૪ ને પાછળથી ઠોકર મારી રોડ પર પછાડી દઇ કપાળ પર તથા માથાના પાછળના ભાગે ઇજા કરી તથા શરીરે નાની મોટી ઇજા કરી પોતાની ઉપરોક્ત ઇકો કાર મુકી નાશી છૂટ્યો હતો.આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text