લોકોની અપેક્ષામાં ખરો ઉતરવાનો પ્રયાસ કરીશ : રાજ્ય મંત્રી બ્રિજેશભાઈ

- text


મોરબી પાલિકાના ચેરમેન દેવાભાઈ અવાડિયા દ્વારા રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજાયો

મોરબી : તાજેતરમાં નવા રાજ્ય મંત્રી બનેલા મોરબી માળીયાના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનું ઠેરઠેર અભિવાદન કરવામાં આવી રહ્યું છે ત્યારે મોરબી નગરપાલિકાના ચેરમેન દેવાભાઈ અવાડિયા અને ધર્મસૃષ્ટિ સોસયટી દ્વારા તેમની સોસાયટીમાં પ્રથમ વખત રાજ્ય મંત્રી બ્રિજેશ મેરજાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો.આ તકે મંત્રી બ્રિજેશ મેરજાએ લોકોની અપેક્ષામાં ખરો ઉતરવાનો પ્રયાસો કરવાનું જણાવ્યું હતું.

મોરબીના બાયપાસ ઉપર આવેલી ધર્મસૃષ્ટિ સોસયટીમાં યોજાયેલા આ સન્માન સમારોહમાં જિલ્લા ભાજપ પ્રમુખ દુલર્ભજીભાઈ દેથરીયા, શહેર ભાજપ પ્રમુખ લાખાભાઈ જારીયા, મોરબી જિલ્લા ભાજપ મહામંત્રી જયુભા જાડેજા, કે.એસ.અમૃતિયા, નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, રિશીપ કૈલા, ભરત જારીયા, નિર્મલ જારીયા, પાલિકાના સદસ્યો ચંદુભાઈ હુંબલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. જો કે પ્રથમ વખત કોઈ સોસાયટી દ્વારા મંત્રીનું સન્માન કરવામાં આવ્યું હતું અને સોસાયટીના રહીશો દ્વારા ઢોલ નગારા સાથે તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું.આથી સ્થાનિક લોકોએ બ્રિજેશભાઈ મંત્રી બન્યા હોય હવે આપણા કામો ઝડપથી થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.

આ તકે મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે, લોકોની તમામ સમસ્યાઓ ઉકેળવાના પ્રયાસો કરાશે. જેમાં થોડા સમય નગરપાલિકાની ટીમ સાથે મોરબીના વિકાસ માટે બેઠક કરી હતી અને લોકોના જે જે પ્રશ્નો છે તેનું યોગ્ય નિરાકરણ લાવવાના પ્રયાસો ચાલુ છે અને લોકોની અપેક્ષામાં હું ખરો ઉતરવાનો પ્રયાસ કરીશ તેમ તેમણે જણાવ્યું હતું.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text