ધ બર્નિંગ ટ્રક : હળવદ નજીક લાકડા ભરેલો ટ્રક સળગ્યો

- text


હળવદ : ગઈકાલે મોડીરાત્રે હળવદ હાઈ-વે ઉપર શક્તિનગર પાસે લાકડા ભરેલી ટ્રક ભડભડ સળગી ઉઠતા હાઇવે ઉપર બિહામણા દ્રશ્યો સર્જાયા હતા અને મહા મુસીબતે આગ બુઝાવવામાં આવી હતી.

ગતમોડી રાત્રે માળીયા અમદાવાદ હાઇવે ઉપર શક્તિનગર નજીક અમદાવાદ તરફથી લાકડા ભરીને આવતી ટ્રકમાં કોઈ કારણોસર આગ લાગી હતી અને પવનના કારણે પળ વારમાં જ આ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. જો કે સ્થાનિક લોકોની મદદથી મહામહેનતે આગ કાબુમા લેવાતા હાશકારો અનુભવાયો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text