મોરબીના લીલાપર રોડે બિલ્ડીંગ ઉપરથી પડી જતા યુવાનનું શંકાસ્પદ મોત

- text


આત્મહત્યા કે હત્યા ? રહસ્યમય ઘટનામાં પીઆઇ દ્વારા તપાસ

મોરબી : મોરબી શહેરના લીલાપર રોડ ઉપર આવેલ ઓમકાર રેસીડેન્સી ઉપરથી પડી જવાથી શંકાસ્પદ હાલતમાં યુવાનનું મોત નિપજતા આ બનવામાં પરિવારજનોના આક્ષેપ બાદ સિટી એ ડિવિઝન પીઆઇ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.

મોરબી મકરાણીવાસ બ્રાહમણની ભોજનશાળા પાછળ રહેતા જાવેદભાઇ અખ્તરભાઇ બ્લોચ મકરાણી ઉ.વ.૨૬નું ઓમકાર રેસિડેન્સીમાં કોઈપણ જગ્યાએથી પડી જવાથી મૃત્યુ નિપજતા આ બનાવ શંકાસ્પદ હોવાનું મૃતકના પિતા અખ્તરભાઇ ઇબ્રાહિમભાઇ બ્લોચે શંકા જતાવી છે.

હાલ આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી છે અને સમગ્ર મામલાની તપાસ પીઆઇ બી.પી.સોનારા ચલાવી રહ્યા છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text