મોરબી જિલ્લામાં યમરાજનો મુકામ : સાત વ્યક્તિના અકાળે મોત

- text


જુદા – જુદા બનાવમાં આત્મહત્યા, અકસ્માતે મોતના બનાવની ઘટનાઓ : ટંકારાના હડમતીયામાં બાળકી ઉપર 700 કિલોનો રોલ ફરી વળતા મોત

મોરબી : મોરબીમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન યમરાજે મુકામ કર્યો હોય તેમ આત્મહત્યા, અકસ્માતે મોત નિપજવાની જુદી જુદી સાત ઘટનાઓ બનવા પામી છે.

પ્રથમ બનાવમાં મોરબી તાલુકાના પાનેલી ગામે મેહુલભાઈ દિલીપભાઈ સોલંકી નામના યુવાને ગળેફાંસો ખાઈ લેતા મોત નીપજતા તાલુકા પોલીસે એડી નોંધી છે.

જ્યારે બીજા બનાવમાં બગથળા ગામના છગનભાઇ કાનજીભાઈ ડાભી નામના આધેડ એસિડ પી જતા સારવારમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

ત્રીજા બનાવમાં ટંકારા તાલુકાના હડમતીયા ગામે અક્ષર ઇન્ડીયા એલ.એલ.પી કાખાનામા માતાપિતા કામ કરતા હતા ત્યારે સાથે રહેલ અલવીરા અલતાફભાઇ બેલીમ ઉ.3 નામની બાળકી ઉપર 700 કિલોનો પ્લાસ્ટિકનો રોલ ફરી વળતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું.

- text

ચોથા બનાવમાં વાંકાનેરના રાણેકપર ગામે છ માસ પૂર્વે લગ્ન કરનાર કાજલબેન ભાવેશભાઈ મૂંધવા નામની પરિણીતાનું કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હોય પોલીસે તપાસ શરૂ કરી છે.

પાંચમા બનાવમાં વાંકાનેરના લાકડધાર રોડ ઉપર ઢુંવા ગામે પ્રહલાદ ગોપ ગુરુ ચરણ ઉ.32નામમાં યુવાનને ઊલટીઓ શરૂ થયા બાદ પડી જતા મોત નિપજતા અકસ્માતે મૃત્યુ નોંધ દાખલ કરી પોલીસે તપાસ શરૂ કરી છે.

જ્યારે છઠ્ઠા બનાવમાં હળવદ તાલુકાના વાંકીયા ગામના કેતનભાઈ વનજીભાઈ એરણીયા ઉ.35 નામના યુવાને એસિડ પી લેતા રાજકોટ ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજતા પોલીસે ગુન્હો નોંધ્યો છે.

અને સાતમા બનાવમાં સીરામીક સિટીમાં કામ કરી રહેલા વિષ્ણુભાઈ શ્યામભાઈ માલી નામના યુવાનને વીજ કરંટ લાગતા મૃત્યુ નિપજતા બી ડિવિઝન પોલીસે ગુન્હો દાખલ કરી તપાસ શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text