મોરબીમાં એલ.ઇ. કોલેજ ખાતે વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીનો સમાપન સમારોહ યોજાયો

- text


મોરબી : મોરબીની ન્યુ એલ.ઇ. કોલેજ ખાતે તા. 8ના રોજ વન્ય પ્રાણી સપ્તાહ ઉજવણીનો સમાપન સમારોહ યોજાયો હતો.

વન્ય પ્રાણી સપ્તાહ અંતર્ગત આયોજીત સમાપન કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને નાયબ વન સંરક્ષક ચિરાગ અમીન(IFS) રહ્યા હતા. તેમજ મોરબી પ્રાંત અધિકારી ડી.એ.ઝાલા, એલ.ઇ. કોલેજના પ્રિન્સીપાલ એસ.એન.પંડ્યા તથા મયુર નેચર ક્લબના પ્રમુખ મારૂતીભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆત મહાનુભાવોના સ્વાગતથી કરવામાં આવી હતી. ત્યારબાદ એલ.ઇ. કોલેજના પ્રિન્સિપાલ પંડ્યાભાઈએ તેમના પ્રસંગોચિત ઉદબોધનમાં આજના માનવીના લાલસા પ્રેરીત વર્તનથી વન્યજીવો પર થયેલ અસર વિષે સમજ આપી હતી. ત્યારબાદ મોરબી વન વિભાગના વડા ચિરાગ અમીન (IFS) દ્વારા મોરબી જીલ્લાની વિશિષ્ટ ભૌગોલિક સ્થિતી અને તેને કારણે કુદરતી મળેલ જૈવ વૈવિધ્યતાની પ્રાથમિક માહિતી આપી હતી. સાથે સાથે કોરોના જેવી ઝુનોટીક બિમારીઓના ઉદભવ પણ વન્યજીવોના અસ્તિત્વ પર તોળાઇ રહેલા ખતરાના કારણરૂપ છે. તેમ જણાવ્યું હતું. તેઓએ તેમના વ્યક્તવ્યમાં પ્રધાનમંત્રી દ્વારા વન્યજીવોના સંરક્ષણ અર્થે પાઠવેલ સંદેશનું વાંચન કર્યુ હતુ.

ત્યારબાદ વન્યપ્રાણી સપ્તાહ દરમ્યાન યોજાયેલ વિવિધ સ્પર્ધાઓની વિજેતા બાળાઓને મહેમાનોના વરદહસ્તે સ્મૃતિચિન્હ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને યોજાયેલ જીવંત પ્રસારણ કાર્યક્રમમાં સૌ જોડાઇ ગયા હતા.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text