મોરબી જિલ્લાના 10 પૈકી 8 ડેમોમાં પાણીની આવક યથાવત, કુલ 5 ડેમો થયા ઓવરફ્લો

- text


 

  • મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ 93 ટકા ભરાયો, પાણીનો જથ્થો 1977 MCFT થયો : આગામી 282 દિવસ ચાલે તેટલા પાણીનો સંગ્રહ

  • હળવદ તાલુકાના બ્રાહ્મણી-1 અને બ્રાહ્મણી-2 ડેમમાં પાણીની કોઈ આવક નહિ

મોરબી : મોરબી જિલ્લા સહિત સૌરાષ્ટ્રભરમાં વરસાદી વાતાવરણ રહ્યું છે. જિલ્લાના ડેમોના ઉપરવાસમાં સારો એવો વરસાદ પડ્યો હોય જિલ્લાના 8 ડેમોમાં પાણીની આવક નોંધાઇ છે. મચ્છુ-1 ડેમ તો ઓવરફ્લો થઈ ગયો છે. આ સહિત કુલ 5 ડેમો ઓવરફ્લો થયા છે. જ્યારે મચ્છુ-2 ડેમ 93 ટકા જેટલો ભરાઈ ગયો છે. હાલ આ ડેમમાં 282 દિવસ ચાલે તેટલું પાણી સંગ્રહ થયું છે.

મોરબી જિલ્લાના 10 પૈકી 8 ડેમોમાં નવા નિરની આવક નોંધાઇ છે. જેમાં રાત્રે 11 વાગ્યાની સ્થિતિએ મચ્છુ-1 ડેમ 0.5 ફૂટે ઓવરફ્લો થઈ રહ્યો છે. સાથે 2475 ક્યુસેક પાણીની આવક થઈ છે અને ઓવરફ્લો હોવાના કારણે સામે તેટલી જ જાવક થઈ રહી છે. ડેમમાં પાણીનો જથ્થો 2349 MCFT થયો છે. મચ્છુ-2 ડેમમાં 3030 ક્યુસેક પાણીની આવક નોંધાઇ છે. જેથી ડેમમાં પાણીનો જથ્થો 1977 MCFT થયો છે. હાલ ડેમ 93 ટકા જેવો ભરાઈ ગયો છે. આ ડેમ મોરબીની જીવાદોરી સમાન છે. મોરબીની દૈનિક જરૂરિયાત 7 MCFT હોય આ ડેમમાં 282 દિવસ ચાલે તેટલો પાણીનો જથ્થો ઉપલબ્ધ થયો છે. વધુમાં આવી હજુ 2 દિવસ પાણીની આવક થાય તો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો થાય તેવું અધિકારી પાસેથી જાણવા મળ્યું છે.

- text

મચ્છુ-3 ડેમમાં 150 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમમાં 208 MCFT પાણીનો જથ્થો થયો છે. જેના કારણે 1 દરવાજો 2 ઇંચ જેટલો ખોલવામાં આવ્યો છે. ડેમી-1 ડેમમાં 2648 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમનો કુલ જથ્થો 780 MCFT થયો છે. આ ડેમ 0.18 મીટરથી ઓવરફ્લો થયો છે. ડેમી-2 ડેમમાં 4119 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમનો કુલ જથ્થો 590 MCFT થઈ ગયો છે. ડેમી-3 ડેમમાં 388 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમનો કુલ જથ્થો 299 MCFT થયો છે.

આ સાથે બંગાવડી ડેમમાં 847 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમમાં કુલ જથ્થો 126 MCFT થતા ડેમ 0.15 મીટરથી ઓવરફ્લો થયો છે. ઘોડાધ્રોઇ ડેમમાં 150 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેથી ડેમનો કુલ જથ્થો 145 MCFT થયો છે. જ્યારે બ્રાહ્મણી-1, બ્રાહ્મણી-2 ડેમમાં હાલ પાણી કોઈ આવક થઈ નથી.

- text