નંબર વગરની કિયા કારમાંથી એક પીધેલો અને એક છરી સાથે પકડાયો

- text


મોરબી : મોરબી સીટી બી ડીવીઝન પોલીસે માળીયા ફાટક નજીકથી નંબર વગરની કિયા સોનેટ કાર લઈને નીકળેલા સુલતાનભાઈ ઉર્ફે ટપુશ રસુલભાઈ કટીયા (ઉ.વ.૩૭, રહે.માળીયા(મિં), વીશાલા હોટલની પાછળ)ને કેફી પ્રવાહી પીધેલી હાલતમાં અને તેમની સાથે રહેલા ઈશાકભાઈ કારાભાઈ સંધવાણી (ઉ.વ.૧૯, રહે. માળીયા(મિં), વીશાલા હોટલની પાછળ)ને ધારદાર છરી સાથે ઝડપી લઈ 8 લાખની કિંમતની કિયા સોનેટ કાર કબ્જે લઈ જુદી જુદી કલમો મુજબ ગુન્હો દાખલ કર્યો હતો.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text