સીરામીક ફેકટરીની સીડી પરથી પટકાતા બાળકીનું મોત

- text


મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલી સીરામીક ફેકટરીમાં બનેલી ઘટના

મોરબી : મોરબીના ઉંચી માંડલ ગામ પાસે આવેલી સીરામીક ફેકટરીમાં સીડી પરથી પટકાતા બાળકીનું મોત થયાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવની મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ બનાવની મોરબી તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના ઉંચી માંડલ ગામ પાસે રહેતી શ્રમજીવી પરિવારની પુત્રી મીતલબેન ભરતભાઈ કોળી (ઉ.વ.૯) નામની બાળકી ગત તા.૨૨ ના રોજ ઉંચી માંડલ ગામ પાસે આવેલ સીરામીક કારખાનાની સીડી પરથી પડી જતા તેને ગંભીર ઇજા થવાથી વધુ સારવાર અર્થે અમદાવાદ સીવીલ હોસ્પીટલમાં ખસેડાઇ હતી. જ્યાં આ બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

- text

આ બનાવના અમદાવાદ સિવિલ હોસ્પિટલેથી કાગળિયા આવતા મોરબી તાલુકા પોલીસે આ બનાવની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની આગળની તપાસ મોરબી તાલુકા પોલીસ મથકના ASI જે.પી. કણસાગરા ચલાવી રહ્યા છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text