છકડો રિક્ષામાં ડાકુએ મોકલાવેલો દેશીદારૂ ઝડપાયો : છ વિરુદ્ધ ગુન્હો દાખલ

- text


સાયલાના ઢેઢુંકી ગામેથી મોરબીમાં દેશી દારૂ ઠાલવવાનું કારસ્તાન ઝડપાયું : છકડામાં પાયલોટિંગ થતું હતું

મોરબી : મોરબીમાં સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના ઢેઢુંકી ગામેથી મોટાપ્રમાણમાં દેશી દારૂ ઠાલવવામાં આવતો હોવાનું કારસ્તાન ઝડપી લઈ બી ડિવિઝન પોલીસે માળીયા ફાટક નજીકથી દેશી દારૂ ભરેલી છકડો રીક્ષા સાથે એકને દબોચી લેતા આ દેશી દારૂનો મુખ્ય સપ્લાયર ઢેઢુંકી ગામનો જીગ્નેશ ઉર્ફે ડાકુ હોવાનું બહાર આવ્યું છે.

બનાવ અંગે જાણવા મળતી વિગતો મુજબ મોરબીના માળીયા ફાટક નજીકથી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે દેશી દારૂ ભરેલી રીક્ષા સાથે સાયલા તાલુકાના ઢેઢુંકી ગામના ગોપાલભાઇ મનસુખભાઇ માંડલીયાને ઝડપી લીધો હતો. જો કે રિક્ષામાં સાથે રહેલો કાળુભાઇ દિપોભાઇ માંડલીયા નાસી છુટતા પોલીસે 50 હજારની રિક્ષા, 300 લીટર દેશી દારૂ કિંમત રૂપિયા 6000 અને મોબાઈલ ફોન કિ. 2000 મળી 58 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આરોપી ગોપાલનો કોવિડ ટેસ્ટ કરાવી અટકાયત કરવા તજવીજ શરૂ કરી છે.

- text

વધુમાં આરોપી ગોપાલની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો આ જથ્થો જીગ્નેશ ઉર્ફે ડાકુ કાળુભાઇ કોળીનો હોવાનું અને દારૂ ભરેલી રિક્ષાનું મોહિતભાઇ ઘનશ્યામભાઇ કોળી, દેવકુભાઇ દિપોભાઇ માંડલીયા અને માલ મોકલનાર જીજ્ઞેશભાઇ ઉર્ફે ડાકુ કાળુભાઇ કોળી રહે.ઢેઢુકી વાળા પાયલોટિંગ કરતા હોવાની કબૂલાત આપી દેશી દારૂનો આ જથ્થો મોરબી કાંતિનગરમાં રહેતા અનવરભાઇ હાજીભાઇ માલાણીને આપવાનો હોવાનું જણાવતા પોલીસે તમામ છ આરોપી વિરુદ્ધ ગુન્હો દાખલ કરી ફરાર આરોપીઓને પકડી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text