મોરબી જિલ્લામાં કાલે શુક્રવારે 99 સ્થળોએ વેકસીનેશન : 7000 ડોઝ ફાળવાયા

- text


આજે જિલ્લામાં 1658 લોકોને વેકસીનનો ડોઝ અપાયો

મોરબી : મોરબી જિલ્લામાં આવતીકાલે શુક્રવારે 99 સ્થળોએ વેકસીનેશન કેમ્પ ગોઠવવામાં આવ્યા છે. જેના માટે 7000 ડોઝ પણ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ આજે યોજાયેલા વેકસીનેશન કેમ્પમાં માત્ર 1658 લોકોને વેકસીન આપવામાં આવી હતી.

મોરબી જિલ્લામાં આવતીકાલે શુક્રવારે વેકસીનેશનની કામગીરી ફરી તેજ બનાવવાના પ્રયાસો કરાયા છે. જેના ભાગરૂપે કાલે શુક્રવારે જિલ્લાના 99 સ્થળોએ વેકસીનેશનની કામગીરી કરવામાં આવનાર છે. આ તમામ સ્થળો માટે કોવિશિલ્ડના 4000 અને કોવેકસીનના 3000 મળી કુલ 7000 ડોઝ ફાળવવામાં આવ્યા છે. બીજી તરફ આજરોજ આયોજિત વેકસીનેશન કેમ્પમાં 45થી વધુ ઉંમરના 368 લોકોને તથા 18થી 44 વર્ષની ઉંમરના 1260 લોકોને તથા 30 લોકોને ખાનગી હોસ્પિટલમાં મળી કુલ 1658 લોકોને વેકસીન આપવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text