MCX ડેઈલી રિપોર્ટ : ક્રૂડ તેલમાં 14,85,200 બેરલના વોલ્યુમ સાથે વાયદામાં નરમાઈનો માહોલ

- text


સોના-ચાંદીના વાયદાના ભાવમાં સાર્વત્રિક ઘટાડોઃ કોટન, મેન્થા તેલ, સીપીઓમાં સુધારોઃ રબર ઢીલ

બુલડેક્સ ફ્યુચર્સમાં 104 પોઈન્ટ અને મેટલડેક્સ ફ્યુચર્સમાં 142 પોઈન્ટની મૂવમેન્ટ

મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને ઈન્ડેક્સ ફ્યુચર્સમાં ગુરૂવારે પ્રથમ સત્ર સુધીમાં 1,50,020 સોદાઓમાં કુલ રૂ.12,314.65 કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાના ભાવમાં એકંદરે નરમાઈ હતી. સોનાનો વાયદો 10 ગ્રામદીઠ રૂ.184 અને ચાંદીનો વાયદો કિલોદીઠ રૂ.469 ઘટ્યો હતો. બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ હતું.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલમાં 14,85,200 બેરલના વોલ્યુમ સાથે વાયદાના ભાવમાં નરમાઈનો માહોલ હતો. નેચરલ ગેસ પણ ઘટ્યું હતું. કૃષિ કોમોડિટીઝમાં કોટન, મેન્થા તેલ અને સીપીઓમાં સાર્વત્રિક સુધારા સામે રબરનો વાયદો ઢીલો હતો. કીમતી ધાતુઓના સૂચકાંક બુલડેક્સના સપ્ટેમ્બર વાયદામાં 104 પોઈન્ટ અને બિનલોહ ધાતુઓના સૂચકાંક મેટલડેક્સના ઓક્ટોબર વાયદામાં 142 પોઈન્ટની મૂવમેન્ટ રહી હતી.

કીમતી ધાતુઓમાં એમસીએક્સ ખાતે સોના-ચાંદીના વાયદાઓમાં 81,016 સોદાઓમાં કુલ રૂ.4,350.05 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ સત્રની શરૂઆતમાં રૂ.46,439ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.46,534 અને નીચામાં રૂ.46,191 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.184 ઘટી રૂ.46,488ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.218 ઘટી રૂ.37,336 અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.17 ઘટી રૂ.4,635ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.46,521ના ભાવે ખૂલી, રૂ.182 ઘટી રૂ.46,500ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો 1 કિલોદીઠ સત્રની શરૂઆતમાં રૂ.60,616 દિવસ દરમિયાન ઉપરમાં રૂ.61,020 અને નીચામાં રૂ.60,350 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.469 ઘટી રૂ.60,711 બોલાઈ રહ્યો હતો. ચાંદી-માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.444 ઘટી રૂ.60,965 અને ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.436 ઘટી રૂ.60,964 બોલાઈ રહ્યો હતો.

બિનલોહ ધાતુઓમાં એમસીએક્સ ખાતે 17,469 સોદાઓમાં રૂ.3,123.70 કરોડના વેપાર થયા હતા. એલ્યુમિનિયમ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.25 વધી રૂ.233.70 અને જસત સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.0.60 વધી રૂ.259ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. આ સામે તાંબુ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.85 ઘટી રૂ.709.85 અને નિકલ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.4.8 ઘટી રૂ.1,456.40 તેમ જ સીસું સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કોઈ ફેરફાર વગર રૂ.187ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો.

એનર્જી સેગમેન્ટમાં એમસીએક્સ ખાતે 24,776 સોદાઓમાં કુલ રૂ.1,789.45 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં રૂ.5,350ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.5,359 અને નીચામાં રૂ.5,291 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં 1 બેરલદીઠ રૂ.24 ઘટી રૂ.5,300 બોલાયો હતો, જ્યારે નેચરલ ગેસ સપ્ટેમ્બર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.2 ઘટી રૂ.354.70 બોલાઈ રહ્યો હતો.

- text

કૃષિ કોમોડિટીઝમાં એમસીએક્સ ખાતે 2,126 સોદાઓમાં રૂ.230.88 કરોડનાં કામકાજ થયા હતા. રબર સપ્ટેમ્બર વાયદો 100 કિલોદીઠ રૂ.17,015ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.17,020 અને નીચામાં રૂ.16,750 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.404 ઘટી રૂ.16,836ના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. સીપીઓ સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 10 કિલોદીઠ રૂ.1,123ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.1129.50 અને નીચામાં રૂ.1122.50 સુધી જઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.9.30 વધી રૂ.1127.30 બોલાઈ રહ્યો હતો. મેન્થા તેલના વાયદાઓમાં સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.3.10 વધી રૂ.922.20 અને કોટન ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગાંસડીદીઠ રૂ.270 વધી રૂ.25,690 બોલાઈ રહ્યો હતો.

કામકાજની દૃષ્ટિએ કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં એમસીએક્સ ખાતે 26,173 સોદાઓમાં રૂ.2,540.26 કરોડનાં 5,474.951 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં 54,843 સોદાઓમાં કુલ રૂ.1,809.79 કરોડનાં 297.584 ટનના વેપાર થયા હતા. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમના વાયદાઓમાં રૂ.405.40 કરોડનાં 17,405 ટન, જસતના વાયદાઓમાં રૂ.244.55 કરોડનાં 9,600 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં રૂ.1,618.08 કરોડનાં 22,7300 ટન, નિકલના વાયદાઓમાં રૂ.769.69 કરોડનાં 5,3010 ટન અને સીસું કોન્ટ્રેક્ટ્સમાં રૂ.85.98 કરોડનાં 4,660 ટનનાં કામકાજ થયાં હતાં.

એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલના વાયદાઓમાં 10,441 સોદાઓમાં રૂ.791.34 કરોડનાં 14,85,200 બેરલ અને નેચરલ ગેસના વાયદાઓમાં 14,335 સોદાઓમાં રૂ.998.11 કરોડનાં 2,80,32,500 એમએમબીટીયૂનો ધંધો થયો હતો. કૃષિ કોમોડિટીઝમાં કોટનના વાયદાઓમાં 275 સોદાઓમાં રૂ.20.24 કરોડનાં 7900 ગાંસડી, મેન્થા તેલના વાયદાઓમાં 684 સોદાઓમાં રૂ.26.49 કરોડનાં 284.4 ટન, રબરના વાયદાઓમાં 30 સોદાઓમાં રૂ.0.56 કરોડનાં 33 ટનના વેપાર થયા હતા. સીપીઓના વાયદાઓમાં 1,137 સોદાઓમાં રૂ.183.59 કરોડનાં 16,450 ટનનાં કામકાજ થયાં હતાં.

ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે એમસીએક્સ ખાતે સોનાના વિવિધ વાયદાઓમાં 18,214.558 કિલો અને ચાંદીના વિવિધ વાયદાઓમાં 655.821 ટન, એલ્યુમિનિયમમાં 20,300 ટન, જસત વાયદામાં 9,275 ટન, તાંબુ કોન્ટ્રેક્ટ્સમાં 11,487.500 ટન, નિકલ વાયદામાં 2,5440 ટન, સીસું કોન્ટ્રેક્ટ્સમાં 8,340 ટન, ક્રૂડ તેલમાં 5,69,500 બેરલ અને નેચરલ ગેસમાં 1,27,53,750 એમએમબીટીયૂ તેમ જ કોટનમાં 57000 ગાંસડી, મેન્થા તેલમાં 515.52 ટન, રબરમાં 67 ટન, સીપીઓમાં 83,890 ટનના સ્તરે રહ્યો હતો.

ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, પ્રથમ સત્ર સુધીમાં એમસીએક્સ ખાતે 2,543 સોદાઓમાં રૂ.218.94 કરોડનાં કામકાજ થયાં હતાં, જેમાં બુલડેક્સ વાયદામાં 1,702 સોદાઓમાં રૂ.145.03 કરોડનાં 2,099 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 841 સોદાઓમાં રૂ.73.91 કરોડનાં 921 લોટ્સના વેપાર થયા હતા. ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્રનાં અંતે બુલડેક્સ વાયદામાં 2,280 લોટ્સ અને મેટલડેક્સ વાયદામાં 916 લોટ્સના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ સપ્ટેમ્બર વાયદો 13,864ના સ્તરે ખૂલી, ઊપરમાં 13,864 અને નીચામાં 13,760ના સ્તરને સ્પર્શી, 104 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 68 પોઈન્ટ ઘટી 13,841ના સ્તરે પહોંચ્યો હતો, જ્યારે મેટલડેક્સ ઓક્ટોબર વાયદો 16,012ના સ્તરે ખૂલી, 142 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 14 પોઈન્ટ વધી 16,049ના સ્તરે પહોંચ્યો હતો.

ઓપ્શન્સની વાત કરીએ તો, એમસીએક્સ ખાતે કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં 22,090 સોદાઓમાં રૂ.2,601.63 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનાના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,080.23 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.72.53 કરોડ અને ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1,448.33 કરોડનાં કામકાજ થયાં હતાં.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text