જાણવા જેવું : અલ્ઝાઈમર રોગના લક્ષણો અને સૂચનો

- text


અલ્ઝાઈમરના રોગનું સૌથી સામાન્ય લક્ષણ છે ચિત્તભ્રમ 

અલ્ઝાઈમરનો રોગ મોટાભાગે વૃદ્ધ લોકોમાં જોવા મળે છે

અલ્ઝાઈમરના રોગમાં ચિત્તભ્રમ એ સૌથી સામાન્ય બાબત છે. તે મસ્તિષ્કનો રોગ છે કે જેના લીધે સ્મૃતિ અને સમજણમાં મુશ્કેલી આવી શકે છે. મસ્તિષ્ક કોષો નાશ પામવાના કારણે યાદશક્તિ ગુમાવવી, યાદશક્તિમાં પરિવર્તન, વર્તનમાં ઓચિંતું પરિવર્તન આવવું અને શરીરની સ્થિતિમાં ફેરફાર જોવા મળે છે. અલ્ઝાઈમરના દર્દીઓ લાંબા સમયે લોકોના નામો, સરનામું, રસ્તાઓ અને અન્ય વસ્તુઓ ભૂલી જાય છે.

અલ્ઝાઈમર રોગ વિશેના તથ્યો

અલ્ઝાઈમર ઝડપથી ફેલાતો મસ્તિષ્ક રોગ છે. તેની શરૂઆતમાં વસ્તુઓ ભૂલી જવાય છે અને સાંપ્રત ઘટનાઓને યાદ કરવામાં મુશ્કેલી ઉદભવે છે. અતઃ તે રોજિંદી ગતિવિધિઓ અને ત્યાં સુધી કે જીવન જરૂરિયાતની વસ્તુઓ યાદ કરવા સુધી પણ અસક્ષમતા દર્શાવે છે. અલ્ઝાઈમરનો રોગ ખાસ કરીને વૃદ્ધ લોકોને અસર કરે છે.

હજુ સુધી અલ્ઝાઈમરનું સાચું કારણ જાણી શકાયું નથી. આ રોગના કારણોમાં મસ્તિષ્કમાં થતી કેટલીક સંકુલ ઘટનાઓને માની શકાય છે. અલ્ઝાઈમરના રોગનો કોઈ ઉપાય નથી.આ રોગની આરંભિક તપાસ કરાવવાથી દર્દીની અસરકારક સારવાર કરી શકાય છે. સાર-સંભાળ રાખવાના પાસામાં મનોવૈજ્ઞાનિક સારવાર અને દવાનો સમાવેશ થાય છે.

- text

  • પરિવાર અને સામાજિક એકતા મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
  • અલ્ઝાઈમરના રોગનું સૌથી સામાન્ય લક્ષણ ચિત્તભ્રમ છે.

અલ્ઝાઈમરના રોગના લક્ષણો

યાદશક્તિમાં ઘટાડો, આયોજનમાં પડકાર અથવા સમસ્યા ઉકેલમાં તકલીફ, રોજિંદા કામ કરવામાં મુશ્કેલી થવી, સ્થળ અને સમયની મુંજવણ, અઘરા દૃશ્ય, ચિત્રો અને સ્થાનિક સંબંધોને સમજવા, શબ્દોને બોલવા અને લખવામાં નવી સમસ્યાઓ ઉભી થવી, વસ્તુઓના સ્થળ ભૂલવા અને વસ્તુઓ લેતા ભૂલી જવું, ઓછી નિર્ણય ક્ષમતા અથવા તેમાં ઘટાડો થવો, સામાજિક પ્રવૃત્તિઓનો ત્યાગ કરવો, સ્વભાવ અને વ્યક્તિત્વમાં ફેરફાર થવો

નિવારણ માટેના સૂચનો

શારિરીક, માનસિક, સામાજિક અને મનોરંજન પ્રવૃતિઓ સાથે જોડાયેલ રહેવું. જેમ કે વાંચન-લેખન, સંગીતના સાધનો વગાડવા, પ્રોઢ શિક્ષણના અભ્યાસક્રમોમાં ભાગ લેવો, ઇન્ડોર રમતો જેવી કે શબ્દકોયડા, કોયડા, સ્ક્રેબલ અને ચેસ રમવી, સમુહમાં રમવું જેમ કે દડો ફેંકવો, તરવું-ચાલવું, યોગ અને ધ્યાન કરવું


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text