મોરબીના કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમની મુલાકાત લેતા પોલીટેકનિક કોલેજના છાત્રો

- text


પોલીસ દ્વારા તમામ ટેકનીકલ બાબતો અંગે વિદ્યાર્થીઓને વિસ્તૃત માહિતી અપાઈ

મોરબી : ઇજનેરી વિધાર્થીઓની કારકિર્દીના ઘડતરના ભાગરૂપે તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સુત્રને સાર્થક કરવાના હેતુથી સરકારી પોલીટેકનિક કોલેજ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગના પ્રાધ્યાપકો અને 70 વિધાર્થીઓ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ચાલતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમ- પોલીસ અધિક્ષકની કચેરી, મોરબીની મુલાકાત લેવામાં આવી હતી.

જે અન્વયે સરકારી પોલીટેકનિક કોલેજ, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી વિભાગ મોરબીના વડા નંદુ એ. ફાટક તથા ફેકલ્ટી શિલ્પાબેન રાઠોડ , વી.એચ.સીતાપરા, મનિષ કે. ચાંપા તેમજ પોલીટેકનિક કોલેજના ઇન્ફોર્મેશન ટેક્નોલોજીનો અભ્યાસ કરતા 70 વિધાર્થીઓને પો.સબ.ઇન્સ. પી.ડી.પટેલ દ્વારા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ ચાલતા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર, નેત્રમની કામગીરીથી વાકેફ કરવામાં આવ્યાં હતા.

- text

જેમાં પોલીસ દ્વારા સી.સી.ટી.વી. કેમેરાનો ક્રાઇમ ડિટેક્શન એન્ડ પ્રિવેન્શનમાં ઉપયોગ, ટ્રાફિક મેનેજમેન્ટ અને કંટ્રોલમાં કેમેરાની ઉપયોગિતા, ઇ-ચલણ અંગેની સમજ, નેત્રમમાં ઉપયોગમાં લેવાતા વિવિધ સોફ્ટવેર જેવા કે, IVMS, ICMS, ITMSની ઉપયોગિતા, ઇ-ચલણ ઓનલાઇન પેમેન્ટ સિસ્ટમ, સીસીટીવી ફુટેજ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા. ઉપરાંત BSNL કનેક્ટીવીટી, નેત્રમના ઇક્વીપમેન્ટ, નેત્રમ સર્વર, સ્ટોરેજ વિશે માહિતગાર કરવામાં આવ્યાં હતા. આ ઉપરાંત સરકારી વાહનોમાં GPSની ઉપયોગિતા તેમજ આ અંગેના VTMS સોફ્ટવેરની સમજ આપવામાં આવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text