તીસરી આંખનો કમાલ : પોલીસે CCTV ફૂટેજની મદદથી ખોવાયેલ મોબાઈલ મૂળ માલિકને પરત અપાવ્યો

- text


 

રસ્તામાં પડી ગયેલ મોબાઈલ ઉઠાવનાર વ્યક્તિને વાહનના નંબર ઉપરથી પોલીસે શોધી કાઢયો

મોરબી : મોરબી પોલીસે તેની તીસરી આંખનો કમાલ બતાવી ખોવાઈ ગયેલો મોબાઈલ મૂળ માલિકને પરત અપાવ્યો છે. જેમાં મોબાઈલ રોડ ઉપર પડી ગયા બાદ જેને મોબાઈક ઉઠાવ્યો હતો તે વ્યક્તિને પોલીસે સીસીટીવી ફુટેજની મદદથી વાહન નંબરને આધારે શોધી કાઢી તેની પાસેથી મોબાઈલ લઈને મૂળ માલિકને સોંપી દીધો હતો.

મોરબીના વિપુલનગરમાં રહેતા વિશાલ રમણિકભાઈ મકવાણા મહેન્દ્રનગર ચોકડીથી પીપળી ગામ તરફ બાઇક લઈને જતા હતા. ત્યારે તેઓના ખિસ્સામાંથી મોબાઈલ પડી ગયેલ હતો. આથી તેઓએ ટેકનીકલ સેલ, મોરબી મારફત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર નેત્રમનો સંપર્ક કર્યો હતો. સીસીટીવી કેમેરાની ફુટેજમાં પડી ગયેલ મોબાઈલ કોઈ ઇસમ લઈને જતો હોવાનું દેખાયું હતું. આ વ્યક્તિના વાહન નંબર પરથી તેનો સંપર્ક કરી આ વ્યક્તિ પાસેથી રેડમી નોટ 8 કિંમત રૂ. 13 હજારનો મોબાઈલ ફોન મૂળ માલિકને પરત અપાવ્યો હતો. મોરબી પોલીસની ત્વરિત કામગીરીથી વિશાલભાઈએ તેમનો હદયપૂર્વક આભાર માન્યો હતો.

- text

આ કામગીરીમાં કોમ્પ્યુટર સેલના પીએસઆઈ પી.ડી. પટેલ, નેત્રમ ઇન્ચાર્જ એએસઆઈ આર.એમ.ઝાલા, ટેકનિકલ સેલના ગેડ કોન્સ. અશોકસિંહ ચુડાસમા તેમજ નેત્રમના કોન્સ. વિજયભાઈ મુમાભાઈ અને જયેશભાઇ શંકરભાઈ જોડાયા હતા.

- text