રેકોર્ડ બ્રેક : મોરબી જિલ્લામાં એક જ દિવસમાં 40 હજાર લોકોનું કોરોના વેકસીનેશન

- text


વેક્સીનેશન મેગા ડ્રાઇવમાં રાત્રીના 11:30 વાગ્યા સુધી વેક્સીનેશન કરાયું

મોરબી : મોરબી જિલ્લામાં ગઈકાલે વડાપ્રધાન મોદીના જન્મદિવસ નિમિતે વેકસીનના મહાઅભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. 203 જેટલા સ્થળોએ વેકસીનેશન માટે કુલ 49500 જેટલા ડોઝ ફાળવવમાં આવ્યા હતા. જેમાં આ વેક્સીનેશન મેગા ડ્રાઇવની કામગીરી ગતરાત્રીના 11-30 વાગ્યા સુધી ચાલી હતી અને ગઈકાલે એક જ દિવસમાં મોરબી જિલ્લામાં રેકોર્ડ બ્રેક 40 હજાર લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિવસ નિમિત્તે ગઈકાલે શુક્રવારે સમગ્ર મોરબી જિલ્લામાં વેક્સીનેશન મેગાડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં બપોરે એક વાગ્યે ૭૫૨૩ વ્યક્તિઓએ પહેલો ડોઝ જ્યારે ૮૦૮૯ લોકોએ સમગ્ર મોરબી જિલ્લામાં એક જ દિવસમાં બીજો ડોઝ મેળવી લીધો હતો. જોકે, સાંજે પાંચ વાગ્યાના રિપોર્ટ અનુસાર સમગ્ર મોરબી જિલ્લામાં ૧૩૭૫૭ લોકોએ પ્રથમ ડોઝ તેમજ ૧૩૦૦૭ લોકોએ પોતાનો બીજો ડોઝ લઇ લીધો તેમજ સાંજના છ સુધીમાં રેકોર્ડ બ્રેક 29876 લોકોનું વેકસીનેશન થયું હોવાનું જિલ્લા આરોગ્ય તંત્ર તરફથી વિગતો મળી હતી અને ગઈકાલે એક જ દિવસમાં મોરબી જિલ્લામાં કુલ 40 હજાર જેટલા લોકોનું વેકસીનેશન કરવામાં આવ્યું હતું.

મોરબી જિલ્લામાં ગઈકાલે રાત્રીના 11-30 વાગ્યા સુધી વેકસીનેશનની કામગીરી થઈ હતી. આથી ગઈકાલે વેક્સીનેશનની મેગા ડ્રાઇવમાં અત્યાર સુધીમાં રેકોર્ડ બ્રેક વેકસીનેશન જિલ્લા વહિવટી તંત્ર તેમજ આરોગ્ય વિભાગ દ્વારા થયું હતું. આ મેગા ડ્રાઇવ બે ભાગમાં ચાલી હતી. જેમાં સવાર અને સાંજની બે પાળીમાં કર્મચારીઓને ડ્યુટી સોંપવામાં આવી હતી. આ વેકસીનેશનમાં જિલ્લા વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત, સ્થાનિક સ્વરાજયની સંસ્થઓના હોદેદારો જોડાયા હતા. જેમાં મોરબી જિલ્લા પંચાયતની આરોગ્ય સમિતિના ચેરમેન હીરાભાઈ ટમારિયા સહિતના હોદ્દેદરો તેમજ આરોગ્ય વિભાગના અધિકારીઓ, કર્મચારીઓએ વેકસીનેશનને સફળ બનાવવા અથાક પ્રયાસો કર્યા હતા.

- text

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના જન્મદિને સમગ્ર ગુજરાત રાજ્યમાં રસીકરણનું મહાઅભિયાન ચલાવવામાં આવ્યું હતું. ત્યારે મોરબી જિલ્લાએ પણ આ કામગીરીમાં પોતાની શ્રેષ્ઠ કામગીરી થકી સમગ્ર રાજ્યમાં અવ્વલ નંબરે કામગીરી કરી હતી. જેમાં પ્રજાનો સાથ સહકાર પણ મળ્યો હતો. સમગ્ર કામગીરીનું નિરિક્ષણ જિલ્લા કલેક્ટર જે.બી. પટેલ, જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારી ડૉ. કતીરા તેમજ પ્રાંત અધિકારીઓ, મામલતદારઓએ કર્યું હતું. તેમજ, સરપંચો અને તલાટીઓ આ ઉપરાંત ભાજપના ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને અગ્રણીઓ તેમજ કાર્યકરો પણ સમગ્ર કામગીરીમાં યીગ્ય સહકાર આપ્યો હતો.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text