અજીતગઢ અને જુના દેવળીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા

- text


હળવદ : હળવદ તાલુકાના અજીતગઢ અને જુના દેવળીયા ગામમાં પોલીસ દ્વારા ગઇકાલે કુલ પાંચ શખ્સોને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા છે. પોલીસે તમામ આરોપીઓની અટક કરી તેમની સામે જુગારધારા હેઠળ હળવદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો છે.

હળવદના અજીતગઢ ગામે જાહેરમાં ગંજીપતાના પાના તથા પૈસા વડે તીનપતીનો હારજીતનો જુગાર રમતા ઓધવજીભાઇ નારાણભાઇ ઉપાસરીયા, નદીમભાઇ યુસુબભાઇ ભટ્ટી અને મિતેશભાઇ કૌશીકભાઇ શુકલને પકડી પાડવામાં આવ્યા છે.

- text

જ્યારે જુના દેવળીયા ખાતે રામાપીરના મંદિર પાસે જાહેરમાં ચલણી નોટ વડે નોટનંબરીનો નોટના નંબર બોલી નશીબ આધારીત પૈસાની હારજીતનો જુગાર રમતા સુનીલભાઇ બચુભાઇ દુદાણા અને કિશોરભાઇ ગંગારામભાઇ ચરમારીને ઝડપી પાડી તેની સામે કાર્યવાહી કરવામાં આવી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text