આઝાદી બાદ પહેલી વખત મોરબી-માળિયાના ધારાસભ્યને મંત્રીપદ મળ્યું

- text


અગાઉ મોરબી જિલ્લામાં ટંકારાથી મોહનભાઇ અને હળવદથી જયંતીભાઈ મંત્રી બની ચુક્યા છે

મોરબી : આજે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળમાં મોરબી માળિયાના ધારાસભ્ય બ્રિજેશભાઈ મેરેજાને રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા સાથેનું મંત્રી પદ અપાતા ઇતિહાસ રચાયો છે. આઝાદી બાદ પહેલી વખત જ મોરબીને પ્રતિનિધિત્વ મળ્યું છે. જો કે, આ અગાઉ મોરબી જિલ્લામાંથી હળવદ અને ટંકારા બેઠક ઉપરથી ચૂંટાયેલા ધારાસભ્ય મંત્રી રહી ચુક્યા છે.

રાજ્યના 17માં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલના મંત્રીમંડળની આજે રચના સાથે શપથવિધિ યોજાઈ હતી જેમાં મોરબી – માળીયા બેઠકના શિક્ષિત,સરળ અને શાંત સ્વભાવના બ્રિજેશભાઈ મેરેજાને રાજ્યકક્ષાના મંત્રી (સ્વતંત્ર પ્રભાર) તરીકે નિમણુંક કરવામાં આવી છે. સંભવતઃ બ્રિજેશભાઈને શિક્ષણ અથવા આરોગ્ય વિભાગનો હવાલો સોંપવામાં આવે તેવા સંકેતો મળી રહ્યા છે.

જો કે, મોરબી – માળીયા વિધાનસભા બેઠક ઉપર ચાર-ચાર ટર્મ સુધી એકચક્રી શાસન સાથે ભાજપના વિજયરથને આગળ ધપાવનાર કાંતિભાઈ અમૃતીયાને એક પણ વખત મંત્રી બનવાનો વારો આવ્યો નથી જયારે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા બ્રિજેશભાઈ મેરજાને સીધી જ લોટરી લાગી ગઈ છે. જેના કારણે કાંતિલાલ અમૃતિયાના સમર્થકોને ભારે આંચકો લાગ્યો છે. જ્યારે મેરજાને મંત્રી પદની લોટરી લાગવા પાછળનું મુખ્ય કારણ બ્રિજેશભાઈ મેરજા શિક્ષિત અને સ્વચ્છ પ્રતિભા અને વહીવટી કુશળતા હોવાનું સૂત્રો ઉમેરી રહ્યા છે.

- text

દરમિયાન મોરબી જિલ્લા ભાજપ અધ્યક્ષ દુર્લભજીભાઈ દેથરીયાએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ પ્રથમ વખત જ મોરબી વિધાનસભા બેઠકને મંત્રીપદ મળ્યું છે. જો કે આ અગાઉ ટંકારા ધારાસભ્ય રહી ચૂકેલા મોહનભાઇ કુંડારીયા અને હળવદ ધારાસભ્ય રહી ચૂકેલા જયંતીભાઈ કવાડીયાને મંત્રીપદ મળી ચૂક્યું હોવાનું તેમને ઉમેર્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text