Modi@71 : તમે મને મારા કાર્યથી જ ઓળખો, કાર્ય એ જ મારું જીવન-કાવ્ય : નરેન્દ્ર મોદી

- text


લોકપ્રિય વડાપ્રધાન અને ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી આજે 70 વર્ષ પૂર્ણ કરી 71માં વર્ષમાં મંગલમય પ્રવેશ કરશે

દેશના 14માં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી સૌથી વધુ સમય માટે ગુજરાતના મુખ્યમંત્રી પદે રહ્યા છે


દેશના વડાપ્રધાન તથા ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદીનો આજે જન્મદિવસ છે. નરેન્દ્રભાઇ મોદી દેશના 14માં વડાપ્રધાન છે. તેઓ સૌથી વધુ સમય માટે રાજ્યના મુખ્યમંત્રી પદે રહ્યા છે. નરેન્દ્ર મોદી અને માધવસિંહ સોલંકી સૌથી વધુ ચાર વાર મુખ્યમંત્રી બન્યા છે. 2014માં નરેન્દ્રભાઇ મોદી જંગી બહુમતીથી દેશના પ્રધાનમંત્રી બન્યા બાદ આજદિન સૌથી સફળતાપૂર્વક અને લોકહ્રદયમાં રાજ કરીને દેશનું સર્વોચ્ય અને અગત્યનું સુકાન સંભાળી રહ્યા છે.

નરેન્દ્રભાઇનો આજે 17 સપ્ટેમ્બરના રોજ જન્મદિવસ છે. તેમજ 7 ઓકટોબર, 2021ના રોજ તેમના વહીવટી નેતૃત્વના (મુખ્યમંત્રી તથા વડાપ્રધાન કાર્યકાળ) 20 વર્ષ પૂર્ણ થનાર છે. ત્યારે ભાજપ દ્વારા આગામી તા. 17/9થી 7/10 સુધી ‘સેવા સમર્પણ અભિયાન’ અંતર્ગત વિવિધ સેવાકીય કાર્યક્રમો થકી વડાપ્રધાનના દીર્ઘાયુ અને સુસ્વાસ્થ્યની મનોકામના કરવામાં આવશે.

આજે પણ તેમના જન્મદિવસ નિમિત્તે દેશનો સૌથી છેવાડાનો વ્યક્તિ, સામાન્ય માનવીથી લઈ કુટુંબીઓ, મિત્રો, સ્નેહીજનો ઉપરાંત નામાંકિત વ્યક્તિઓ, રાજ્યના તથા કેન્દ્રના અધિકારીઓ-પદાધિકારીઓ, ભાજપના કાર્યકર્તાઓ – અગ્રણીઓ સહિત નાના-મોટા સૌ રૂબરૂ અને સોશીયલ મીડિયા થકી શુભેચ્છાઓનો ધોધ વરસાવી રહ્યા છે. ત્યારે દેશના વડાપ્રધાન તથા રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રીના અંગત જીવનકાળ અને રાજનીતિના કાર્યકાળ અંગેની ઝલક મેળવીએ.

નરેન્દ્રભાઇ મોદીનું પ્રારંભિક જીવન

નરેન્દ્ર દામોદરદાસ મોદીનો જન્મ 1950માં એક મધ્યમ વર્ગના હિન્દુ કુટુંબમાં વડનગર ખાતે થયેલો. તેઓ દામોદરદાસ મૂલચંદ મોદી અને તેમના પત્ની હીરાબેન મોદીના છ સંતાન પૈકી ત્રીજુ સંતાન છે. નરેન્દ્રભાઈના પત્નીનું નામ જશોદાબેન છે. તેઓ કિશોરાવસ્થામાં તેમના ભાઈ સાથે ચાની લારી ચલાવતા હતા. તેઓ ધાર્મિક હતા અને નિત્ય મહાદેવના મંદિરે જતા હતા. તેઓએ 17 વર્ષની વયે ગૃહ ત્યાગ કર્યો હતો. તે હિમાલયમાં તેમજ રામકૃષ્ણ પરમહંસના બેલુર મઠમાં પણ રહી ચૂક્યા છે.

વડાપ્રધાનનો રાજનીતિમાં પ્રવેશ

નરેન્દ્રભાઇને કિશોરાવસ્થાથી રાજકારણમાં રસ હતો. યુવાન વયે જ તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાઈ ગયા હતા. યુવાનાવસ્થામાં તેઓ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સંસ્થામાં એક વિદ્યાર્થી તરીકે જોડાયા અને તેમણે ભ્રષ્ટાચાર વિરોધી નવનિર્માણ આંદોલનમાં સક્રિય ભાગ ભજવ્યો હતો.

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદમાં પૂર્ણ સમયના કાર્યકર તરીકે જોડાયા પછી તેમને ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના પ્રતિનિધિ તરીકે પસંદ કરવામાં આવ્યા. તેમણે ભારતમાં સામાજીક અને સાંસ્કૃતિક વિકાસના કાર્ય સાથે સંકળાયેલી સંસ્થા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે જોડાઈને પણ કાર્ય કર્યું છે.

ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી વખતે તેઓ ભૂગર્ભમાં જતા રહ્યા હતા. આ કટોકટી વખતે તેમણે ત્યારની પરિસ્થિતીના અનુભવની વાત ‘આપાતકાલ મે ગુજરાત’ પુસ્તકમાં નરેન્દ્ર મોદીએ કર્યો છે ગુજરાત’ નામનું પુસ્તક લખ્યું હતું. 1998માં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા લાલકૃષ્ણ અડવાણીએ ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં પ્રચાર માટે તેમની પસંદગી કરી હતી.

- text

નરેન્દ્રભાઇ મોદીની મુખ્યમંત્રીથી વડાપ્રધાન પદ સુધીની સફળ સફર

2001માં પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલે રાજીનામું આપ્યા બાદ તેઓ 7 ઓક્ટોબર, 2001ના દિવસે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા. 2012માં વિધાનસભાની ચૂંટણીમાં જંગી બહુમતીથી જીત્યા બાદ તેઓ ગુજરાત રાજ્યના સતત ચોથી વખત ચૂંટાઈ આવેલા એક માત્ર મુખ્યમંત્રી છે.

  • નરેન્દ્રભાઇ મોદી 7 ઓક્ટોબર, 2001ના રોજ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા. ત્યારબાદ રાજકોટ પશ્ચિમની બેઠક પરથી ચૂંટાઈને ગુજરાત વિધાનસભાના સભ્ય બન્યા હતા.
  • 2002માં અગિયારમી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને 182માંથી 127 બેઠકો મળતાં તેઓ સતત બીજી વાર મુખ્યમંત્રી બન્યા હતા.
  • 2002માં ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળવિકાસ વિભાગ શરૂ કરવામાં આવ્યો હતો.
  • 2007માં બારમી વિધાનસભામાં ભાજપને 182માંથી 117 બેઠકો મળતાં તેઓ સતત ત્રીજી વાર મુખ્યમંત્રી બન્યા હતા.
  • 2007માં તેમના દ્વારા તાપી જિલ્લાની અને 2013માં છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, મોરબી, બોટાદ, ગીર સોમનાથ, દેવભૂમિ દ્વારકા એમ 7 જિલ્લાની રચના કરાતા કુલ જિલ્લામાં સંખ્યા 33 થઈ.
  • 2008માં NRI સેલની રચના કરવામાં આવી.
  • 2012માં તેરમી વિધાનસભામાં ભાજપને 182માંથી 115 બેઠકો મળતાં તેઓ સતત ચોથી વાર મુખ્યમંત્રી બન્યા હતા.
  • તેઓ છેલ્લી ત્રણ વખતથી અમદાવાદના મણિનગરની બેઠક પર ચૂંટાતા આવ્યા હતા.
  • 2014માં મહિલાઓ માટે ‘અભયમ્’ મહિલા હેલ્પલાઇન નંબર ‘181’ની શરૂઆત કરવામાં આવી.
  • ભારતના વડાપ્રધાનના પદ માટે ચૂંટાતા તેમણે 22 મે, 2014 રોજ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપ્યું.
  • હાલ તેઓ દેશના પ્રધાનમંત્રી તરીકે સુપેરે કાર્ય કરી રહ્યા છે.

આ ઉપરાંત, આંતરરાષ્ટ્રીય પતંગોત્સવ, કચ્છ રણોત્સવ, ખેલ મહાકુંભ, જ્યોતિગ્રામ યોજના, ચિરંજીવી યોજના, પંચવટી યોજના, તીર્થગ્રામ-પાવન ગામ, કર્મયોગી અભિયાન, ગરીબ કલ્યાણ મેળા, વાંચે ગુજરાત, સ્કોપ, બેટી બચાવો અભિયાન, પંચામૃત યોજના, રોજગાર મેળા, બાળભોગ યોજના, સાગરખેડુ યોજના, નિર્મળ ગુજરાત, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સ્વાગત ઓનલાઈન, મિશન મંગલમ, નારી ગૌરવ નીતિ, કૃષિ મહોત્સવ, ગુણોત્સવ, સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન, સૌની યોજના, માતૃવંદના યોજના, વનબંધુ કલ્યાણ યોજના, મુખ્યમંત્રી (મા) યોજના, સુજલામ્ સુફ્લામ્ યોજના, વાયબ્રન્ટ સમિટ, રાષ્ટ્રીય આયુર્વેદિક સમિટ, ઇન્ડસ્ટ્રિયલ કૌશલ્યવર્ધન કેન્દ્ર, ઇ-ગ્રામ વિશ્વગ્રામ યોજના, આપણો તાલુકો વાયબ્રન્ટ તાલુકો (ATVT) સહિતની અનેક યોજનાઓ, અભિયાનો અને ઉત્સવો નરેન્દ્રભાઈની રાજ્યને દેન છે.

એક લેખક તથા કવિ તરીકે નરેન્દ્ર મોદી

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ સારા વક્તાની એક લેખક તથા કવિ તરીકે પણ પ્રખ્યાત છે. તેમને પોતાની કલમ વડે અનેક પુસ્તકો લખ્યા છે. તેમની કવિતાઓમાં ઉંડાણમાં જોવા મળે છે. તેમજ વિશેષ રૂપે પ્રકૃતિ પ્રેમ છલકાઈ છે. સાથે દેશ પ્રેમ પણ ઉડીને આંખે વળગે છે. તેઓની કાર્યનિષ્ઠા તેમના એક કાવ્યની પંક્તિમાં ઝળકે છે.

તમે મને મારા કાર્યથી જ ઓળખો
કાર્ય એ જ મારું જીવન-કાવ્ય.
કાવ્યમાં છંદની શિસ્ત છે
લયતાલ છે.
પારણે ગીતાસાર
બારણે કર્મધાર
તમારા સૌને માટે અકારણ આર્દ્ર
કુંવારું વ્હાલ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text