विघ्न विनाशन मंगल मूरत अधिकारी : જાણો.. તમામ વિઘ્નો દૂર કરનાર વિઘ્નહર્તા દેવની રસપ્રદ કથા

- text


મમતાસુર પર વિજય મેળવવા શ્રીગણેશે ધારણ કરેલો વિઘ્નરાજ અવતાર


ગણોના અધિપતિ દેવતા ગણેશનું વિઘ્નહર્તા સ્વરૂપ સૌથી લોકપ્રિય છે. રિદ્ધિ-સિદ્ધિના દાતા ગણેશે મમતાસુરને હરાવવા વિઘ્નરાજ અવતાર ધારણ કર્યો હતો. વિઘ્નરાજનો અવતાર ‘તમામ વિઘ્નો દૂર કરનાર’ તરીકે ઓળખાય છે. ‘શેષનાગ’ પર સવાર થઈને, વિઘ્નરાજ મમતાસુર સાથે યુદ્ધમાં ઉતર્યા, અને તેના પર વિજય મેળવ્યો હતો. ગણેશ મહોત્સવના આઠમા દિવસે માણીએ શાસ્ત્રોમાં વર્ણવાયેલી વિઘ્નરાજ ગણેશ પ્રાગટ્યની રસપ્રદ કથા.

એકવાર માતા પાર્વતી તેની સહેલીઓ સાથે વાતચીત કરતા સમયે જોરથી હસી પડ્યા, તેનાથી એક વિશાળકાય પુરુષની ઉત્પત્તિ થઇ. પાર્વતીજીએ તેનું નામ ‘મમ’ રાખ્યું. તેમણે મમને આદેશ આપ્યો, તું ગણેશનું સ્મરણ કર. ગણપતિ ગજાનનના સ્મરણથી તારી તમામ મનોકામના પૂરી થશે. માતા પાર્વતીએ તેને ષડક્ષરી મંત્ર આપ્યો હતો.

- text

આથી, મમ વનમાં તપ માટે ચાલ્યો ગયો. ત્યાં તેની મુલાકાત શંભરસુર સાથે થઇ. શંભરસુરે તેને આસુરી શક્તિ શીખવી દીધી. અને તેને મમને ગણેશની ઉપાસના કવાનું કહ્યું. મમ એ ગણેશને પ્રસન્ન કરી બ્રહ્માંડનું રાજ માંગી લીધું. ત્યારબાદ મમતાસુરે દેવો પર અત્યાચાર શરુ કર્યો. તેણે બધા દેવતાઓને બંધી બનાવી કારાવાસમાં નાખ્યા. ત્યારે દેવતાઓએ ગણેશની ઉપાસના કરી. ગણેશ વિઘ્નરાજના રૂપમાં અવતર્યા. વિઘ્નરાજ દેવે મમતાસુર સાથે યુધ્ધ કરી, તેને સમજાવી અને દેવતાઓને છોડાવ્યા. તેમજ મમતાસુરે વિઘ્નરાજ ગણેશની શરણાગતિ સ્વીકારી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text