વીજતંત્રના પાપે બાળકો ભરચોમાસે ખુલ્લા આકાશ નીચે ભણવા મજબૂર

- text


હળવદ તાલુકાના કેદારીયા ગામની શાળામાં વીજ પુરવઠો અદ્રશ્ય થઈ જતા બાળકો પરસેવો પાડી કરે છે અભ્યાસ

હળવદ : હળવદ તાલુકાના કેદારીયા ગામે આવેલ પ્રાથમિક શાળામાં પાછલા બે દિવસથી વીજ ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો અદ્રશ્ય થઇ ગયો છે. જો કે આ અંગેની જાણ શાળાના શિક્ષકો દ્વારા વીજતંત્રને કરવામાં આવી હોવા છતાં છેલ્લા બે દિવસથી વીજ તંત્ર ડોકાયું પણ નથી. જેના કારણે હાલ તો બાળકો પરસેવો પાડીને ખુલ્લા આકાશ નીચે અભ્યાસ કરવા મજબૂર બન્યા છે.

રાજ્ય સરકાર દ્વારા ધોરણ ૬ થી ૮માં ૫૦ ટકા વિદ્યાર્થીઓની સંખ્યા સાથે અભ્યાસ કરાવવાની છૂટછાટ આપવામાં આવી છે ત્યારે હળવદ તાલુકાના કેદારીયા ગામે ધોરણ ૬ થી ૮ના ૩૫ જેટલા વિદ્યાર્થીઓ શાળા અભ્યાસ અર્થે આવે છે. પરંતુ આ શાળામાં છેલ્લા બે દિવસથી વીજ ફોલ્ટ સર્જાતા વીજ પુરવઠો ખોરવાયો ગયો છે. જો કે, આ અંગેની રજૂઆત શાળાના શિક્ષકો દ્વારા વીજ તંત્રને કરવામાં આવી છે પરંતુ હજુ સુધી વીજપુરવઠો પુન: ચાલુ કરવાની તસ્દી ન લેવાતા ભાદરવા મહિનાની કાળઝાળ ગરમીમાં બાળકોને ખુલ્લાં આકાશ નીચે વરસાદી જોખમ વચ્ચે ભણવું પડે છે. આ સંજોગોમાં હવે જોવાનું એ રહ્યું કે વીજતંત્ર વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી ક્યારે દૂર કરે છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text