ટંકારામાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મજયંતિ વર્ષ નિમિતે વિવિધ સ્પર્ધાઓ યોજાઈ

- text


મોરબી : રાષ્ટ્રીય શાયર, પ્રખર સાહિત્યકાર, સ્વાતંત્ર્ય સેનાની એવા ઝવેરચંદ મેઘાણીની 125મી જન્મ જયંતિ વર્ષ નિમિતે શિક્ષણ વિભાગ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી મોરબી અને મહર્ષિ દયાનંદ શાળા વિકાસ સંકુલ ટંકારા દ્વારા આયોજિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની ટંકારા તાલુકા કક્ષાની ઝવેરચંદ મેઘાણી રચિત કૃતિઓ શૌર્ય ગીત, ભજન અને લોકગીત સ્પર્ધા ટંકારા મુકામે એમ.પી.દોશી વિદ્યાલય ખાતે યોજાઈ હતી. જેમાં ટંકારા તાલુકાની 14 શાળાઓએ ભાગ લીધો હતો.

સ્પર્ધામાં પ્રથમ ક્રમે કડીવાર ધ્રુવી ધર્મેન્દ્રભાઈ (આર્ય વિદ્યાલય ટંકારા), દ્વિતીય ક્રમે ત્રિવેદી દિયા તુષારભાઈ (નવયુગ વિદ્યાલય વિરપર), તૃતીય ક્રમે ઝાલા નેહલબા જયરાજસિંહ (ન્યૂ વિઝન સ્કૂલ ટંકારા), વિજેતા જાહેર થયા હતા. તમામ સ્પર્ધકોને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું. વિજેતા પ્રથમ ત્રણ સ્પર્ધક આગામી દિવસોમાં જિલ્લા કક્ષાએ ભાગ લેશે.

આ કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે ભાવેશભાઈ સંઘાણી-આચાર્ય છતર પ્રાથમિક શાળા, ભાર્ગવભાઈ દવે તથા દેવેનભાઈ વ્યાસ -સંગીત વિસારદોએ સેવાઓ આપી હતી. કાર્યક્રમનું સંચાલન સંકુલ કન્વીનર આર.પી.મેરજાએ કર્યું હતું, મદદ.શિક્ષણ નિરીક્ષક ભાવેશભાઈ ભાલોડિયા ઉપસ્થિત રહી તમામ સ્પર્ધકોને શુભેચ્છાઓ અને અભિનંદન આપ્યા હતા.

- text

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંકુલના સહકન્વીનર દિલીપભાઈ બારૈયા, હરેશભાઈ ભાલોડિયા, એમ.પી.દોશી હાઈસ્કૂલના આચાર્ય વી.એ.ખાંભલાએ જહેમત ઉઠાવી હતી.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text