મોરબી પોલીસ ફોર્સ માટે ડ્રોન પાયલોટ ટ્રેનીંગ યોજાઈ

- text


મોરબી : ડ્રોન આગામી સમયમાં પોલીસ માટે મહત્વપૂર્ણ હથિયાર સાબિત થઈ રહ્યું હોય મોરબીની શૈક્ષણિક સંસ્થા દ્વારા મોરબી જિલ્લા પોલીસ ટિમ માટે બે દિવસીય તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

જય સરદાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત ઓમશાંતિ રિસર્ચ સેન્ટર મોરબી દ્વારા મોરબી જિલ્લા પોલીસ ફોર્સ માટે બે દિવસીય ડ્રોન પાઈલોટની નિ:શુલ્ક ટ્રેનીંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટેક્નોસ્ટાર દ્વારા DGCA ભારત સરકારના ગાઈડલાઇન મુજબ અત્યારના બદલાયેલા ડ્રોનના નીતિ-નિયમો, ડ્રોનની વિવિધ એપ્લિકેશન ખાસ કરીને મિલીટરીમાં ડ્રોનની ઉપયોગિતા, ડ્રોન બાબતે બેઝિક નોલેજ અ વગેરે જેવી બાબતોને વાકેફ કરી પોલીસ જવાનોને ઓન ગ્રાઉન્ડ ડ્રોન પાઈલોટની સફળતાપૂર્વક ટ્રેનીંગ આપવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text