બાઇકની સાયકલ સાથે ટક્કર થયા બાદ બાઈકસવાર પર ખૂની હુમલો

- text


હળવદના માથક ગામે રામજી મંદિર પાસે મારમારીની ઘટના મામલે પિતા-પુત્ર સામે નોંધાઈ ફરિયાદ

હળવદ : હળવદ તાલુકાના માથક ગામે ગત મોડીરાત્રીના બાઈક સાયકલ સાથે અથડાવા જેવી સામાન્ય બાબતમાં પિતા-પુત્રએ ગામના જ યુવાનને મારી નાખવાના ઈરાદે છરી વડે હુમલો કરતાં ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં હુમલાનો ભોગ બનેલ યુવાને હુમલો કરનાર બંને પિતા-પુત્ર વિરુદ્ધ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

- text

બનાવની પોલીસ મથકેથી જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના માથક ગામે રહેતા સુરેશભાઈ ઓધાભાઈ કુકવાવ પોતાનું બાઇક લઇને ગામના રામજી મંદિર પાસે થી પસાર થઇ રહ્યા હતા ત્યારે બાઇક સાઇકલ સાથે અથડાતા આરોપી હરપાલસિંહ યશવંતસિંહ ઝાલા રહે માથકએ ફરિયાદીને જાનથી મારી નાખવાના ઇરાદે જીવલેણ હુમલો કરી જમણી આંખના ઉપરના ભાગે છરી વડે ઈજા કરી હતી. જેથી ફરિયાદીને પડી જતા બીજા નંબરના આરોપી મિતરાજસિંહ હરપાલસિંહ ઝાલા સહિત પિતા-પુત્ર એ ફરિયાદીની પીઠ ઉપર ચડી જઈ પીઠના ભાગે છરી વડે મારી નાખવાના ઈરાદે ગંભીર ઇજાઓ કરી હતી.

જેથી ગંભીર રીતે ઘાયલ થયેલા સુરેશભાઈને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ઇજાગ્રસ્ત યુવાને બંને આરોપી પિતા પુત્ર વિરૂઘ્ધ ફરિયાદ નોંધાવતા આગળની તપાસ હળવદ પોલીસે હાથ ધરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text