માળિયા નજીક ટ્રકે ફોર્ચ્યુનરને ઠોકર મારતા સર્જાયો અકસ્માત

- text


માળિયા : માળિયા નજીક મોરબી- કચ્છ નેશનલ હાઇવે ઉપર ટ્રકે ફોર્ચ્યુનર કારને ઠોકર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ફોર્ચ્યુનર કારમાં સવાર લોકોને સામાન્ય ઇજાઓ પણ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે.

માળિયા પોલીસ મથકમાં અજયસિંહ મહીપતસિંહ જાડેજા ઉ.વ-30 રહે.વાધરવા તા.માળીયાવાળાએ ટ્રક ડ્રાઇવર ઉરસાખાન સફાખાન ઉ.વ.20 રહે હાલ અંજારવાળા સામે ફરિયાદ નોંધાવી હતી કે મોરબી કચ્છ નેશનલ હાઇવે પર શહેનશાહ વલીના પાટીયાથી આગળ નદીના બેઠા પુલ પાસે આ કામના આરોપીએ પોતાના હવાલા વાળો ટ્રક ર.જી.નં. GJ-12-AU-5382 પુર ઝડપે અને ગફલતભરી રીતે બેદરકારી થી માનવ જિંદગી જોખમાય તેમ ચલાવી તેમની ફોર્ચ્યુનર કાર રજી.નં.GJ-12-DG-0001 ને પાછળથી અથડાવી અક્સ્માત કરી તેમાં બેઠેલાને માથામા ઇજા કરી પહોંચાડી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text