જય કનૈયા લાલ કી…મોરબીના રાજમાર્ગો ઉપર અનેરા ઉત્સાહ સાથે નીકળી જન્માષ્ટમીની શોભાયાત્રા

- text


વિવિધ સંગઠનોએ સાથે મળી જડેશ્વર ખાતેથી શોભાયાત્રા યોજી, ઠેર ઠેર યાત્રાનું અદકેરું સ્વાગત કરાયું

મોરબી : મોરબીમાં જય કનૈયા લાલ કિના નાદ સાથે રાજમાર્ગો ઉપર અનેરા ઉત્સાહ સાથે જન્માષ્ટમીની શોભાયાત્રા નીકળી હતી. આ યાત્રાનો વિવિધ સંગઠનોએ સાથે મળીને જડેશ્વર ખાતેથી પ્રારંભ કરાવ્યો હતો. ઠેર ઠેર આ યાત્રાનું અદકેરું સ્વાગત પણ કરવામાં આવ્યું હતું.

મોરબીમાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, શિવસેના, જય મહાકાલ ગ્રુપ, આરએસએસ સહિતના સંગઠનો દ્વારા વહેલી સવારથી શોભાયાત્રાનો જડેશ્વર ખાતેથી પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલ કોરોનાની મહામારી ચાલી રહી હોય કોરોના ગાઈડલાઈનના પાલનના ભાગરૂપે શોભાયાત્રામાં 2 રથ, 2 ડીજે અને 5 જેટલી કાર સાથે મર્યાદિત સંખ્યામાં લોકો જોડાયા હતા.

આ શોભાયાત્રા જડેશ્વરથી શરૂ થઈ સુપર ટોકીઝ, ત્રિકોણબાગ, નવા ડેલા રોડ, જુના બસ સ્ટેન્ડ, સાવસરપ્લોટ, રામ ચોક, રવાપર રોડ, ચકિયા હનુમાન થઈને નહેરુગેટ ચોક સુધી યોજાઈ હતી. શોભાયાત્રામાં યુવાનોએ કરતબો પણ રજુ કર્યા હતા. આ યાત્રાનું ઠેર ઠેર પુષ્પવર્ષાથી અદકેરું સ્વાગત કરવામાં આવ્યું હતું.

- text

યાત્રા જુના બસ સ્ટેન્ડ પાસે પહોંચી ત્યારે મુસ્લિમ આગેવાનોએ શોભાયાત્રાનું હારતોરાથી સ્વાગત કર્યું હતું. સાથે સૌને ઠંડાપીણાંનું વિતરણ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ગ્રામ્ય વિસ્તારોમાં પણ જન્માષ્ટમીની આજે ભાવભેર ઉજવણી કરવામાં આવી છે. ગ્રામ્ય વિસ્તારોમાં રંગેચંગે ઢોલ નગારાના તાલે અને દાંડિયા રસ લઈને લોકોને આ પર્વને ઉજવ્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text