લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ બનાવવામાં નહી આવે તો સામાજિક કાર્યકરોની અનશનની ચીમકી

- text


રોડની બિસ્માર હાલતથી લોકો પરેશાન, રોડને રિસર્ફેશ કરવા અથવા નવો બનાવવાની લોકમાંગ

મોરબી : લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ રિસર્ફેશ અથવા નવો બનાવવામાં આવે તો હડમતિયા-લજાઈ ગામના બિનરાજકીય સામાજિક કાર્યકરોએ અનશન પર બેસવાની ચીમકી ઉચ્ચારી છે.

ટંકારા તાલુકાના લજાઈ ચોકડીથી જડેશ્વર સુધીનો રોડ અત્યંત બિસ્માર હાલતમાં હોય વારંવાર ટેલિફોનીક મૌખીક રજુઆતો કરવામાં આવે છે .આ રોડ બન્યાના આઠ વર્ષમાં માત્ર થીગડા મારવામાં આવે છે. જે અત્યાર સુધીના થીંગડામાં જે ખર્ચ કર્યો છે તેના ખર્ચમાં નવનિયુક્ત બની ગયો હોય. હાલ આ રોડ પર વાહન ચાલકો માટે ચાલવું મુશ્કેલી ભર્યું હોય સતત અકસ્માતનો ભય સેવાતો હોય છે.

- text

આ રોડ પર શૈક્ષણિક સંસ્થાઓ તેમજ ઇન્ડસ્ટ્રીઝ આવેલ હોય રોડ સતત ટ્રાફિકથી ધમધમતો હોય તો આ રોડ તાત્કાલિક અસરથી રીસર્ફેસ અથવા નવનિયુક્ત કરવામાં આવે તેવી લોક માગણીને ધ્યાને રાખી હડમતિયા-લજાઈ ગામના સામાજિક કાર્યકરો દ્વારા અનશન પર બેસવાની ચીમકી આપવામાં આવી છે. જો આ રોડને તાત્કાલિક રીસર્ફેસ અથવા નવનિયુક્ત કરવામાં નહીં આવે તો બિનરાજકીય રીતે લજાઈ ચોકડી પર અનસન કરવામાં આવશે.જો અનશન પર બેસનાર સામાજિક કાર્યકર રમેશ ખાખરીયા, પ્રવિણ મેરજા, ગૌતમ વામજા જેઓ સમાજના દરેક પ્રશ્નો માટે લડત લડતા આવ્યા છે જેમની અનશન પર હાલત બગડશે તો તેની જવાબદારી તંત્રની રહેશે તેમ યાદીમાં જણાવવામાં આવ્યું છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text