ભૂરી, ભગરી, નવચાંદરી ભેંસ ચોરતી ગેંગનો તરખાટ

- text


હળવદ પંથકમાં ભેંસ ચોરતી ટોળી સક્રિય બનતા 60થી વધુ પશુપાલકો પોલીસ મથકે ઉમટ્યા

હળવદ : હળવદ તાલુકામાં છેલ્લા એકાદ મહિનામાં જ કિંમતી ભેંસો ચોરાઈ જવાની ઉપર-છાપરી ઘટનાઓ સામે આવતા આજે રોષે ભરાયેલા માલધારીઓનો સમૂહ હળવદ પોલીસ મથકે પહોંચ્યો હતો અને 60થી વધુ લોકોએ પોતાની કિંમતી દૂધાળું ભૂરી, ભગરી અને નવ ચાંદરી જેવા નામ ધરાવતી ભેંસો ચોરવા અંગે પગલાં ભરવા માંગ કરી હતી. નોંધનીય છે કે ગઈકાલે માલધારીઓએ ભેંસ ચોરવા આવેલા બે શકમંદોને પકડી પોલીસ હવાલે કર્યાનું પણ જાણવા મળે છે.

જાણવા મળતી વિગતો મુજબ નર્મદા કેનાલને કારણે હળવદ પંથકમાં ખેતીવાડીની સાથે પશુપાલનનો વ્યવસાય પણ વિકસ્યો છે ત્યારે હળવદ અને આજુબાજુના ગ્રામ્યમાં આવા પશુપાલકોને નિશાન બનાવી રાત્રીના કે દિવસના કોઈપણ સમયે કિંમતી દૂધાળું ભેંસ ચોરતી ગેંગ સક્રિય બનતા છેલ્લા એકાદ મહિનામાં જ 60થી 70 ભેંસ ચોરાઈ જવા પામી હોવાનું આજે પોલીસ મથકે એકત્રિત થયેલા માલધારીઓએ જાહેર કર્યું હતું.

- text

ઉલ્લેખનીય છે કે, જાતવાન એક ભેંસની કિંમત રૂપિયા 50 હજારથી લઇ દોઢ લાખ કે, તેથી પણ વધુ હોય છે.ત્યારે આવા કિંમતી માલઢોરને સિફત પૂર્વક ચોરતી ટોળકીએ ટૂંકાગાળામાં જ અનેક માલધારીઓની રોજીરોટી સમાન ભેંસ ચોરી કરી જતા પશુપાલકો મૂંઝવણમાં મુકાયા છે. હળવદની સાથો સાથ ધ્રાંગધ્રા પંથકમાંથી પણ ભેંસ ચોરવાના કિસ્સા સામે આવતા આજની રજુઆત સમયે ધ્રાંગધ્રા તાલુકાના માલધારીઓ પણ દોડી આવ્યા હતા. આમ, ભેંસ ચોરીની ડઝનબંધ ફરિયાદોને પગલે હાલતુર્ત હળવદ પોલીસ પણ મૂંઝવણમાં મુકાઈ ગઈ છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text