ગુજરાત વિધાનસભાના અધ્યક્ષના ડેલિગેશનમાં મોરબીના ધારાસભ્યનો સમાવેશ

- text


મોરબી : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના નેજા હેઠળ ધારાસભ્ય ઓનું એક ડેલિગેશન “એક ભારત શ્રેષ્ઠ ભારત” ના હેતુસર છતીસગઢ રાજ્યના સ્ટડી ટુર અર્થે જઈ રહ્યું છે. તેમાં મોરબી–માળીયા (મીં) ના ધારાસભ્ય બ્રિજેશ મેરજાનો પણ સમાવેશ કરાયો છે.

આ ડેલિગેશન તા. ૨૬ ઓગસ્ટથી તા. ૩૦ ઓગસ્ટ સુધી છતીસગઢના વિધાનસભાના અધ્યક્ષ, મુખ્યમંત્રી, વિરોધ પક્ષના નેતા તેમજ અન્ય પદાધિકારીઓ અને અધિકારીઓને મળીને ગુજરાતની પાર્લામેન્ટ સિસ્ટમની અનેક નવી પહેલની છતીસગઢ રાજ્યને જાણકારી આપશે. તેમજ છતીસગઢ રાજ્ય સાથે “એક ભારત શ્રેષ્ઠ ભારત” અંતર્ગત સંસ્કૃતી, વહીવટ, સંસદીય બાબતો, સામાજિક વિવિધતા જેવી એક બાબતોનું આદાન-પ્રદાન કરશે. ગુજરાત વિધાનસભાના આ ડેલિગેશનને છતીસગઢ સરકારે સ્ટેટ ગેસ્ટ ગણીને આ ડેલિગેશનને બહુમાન આપ્યું છે.

- text

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનો જે મંત્ર છે કે સરદાર પટેલે એક ભારત આપ્યું તો આપણે સૌ ભારતીયો તેને શ્રેષ્ઠ ભારત બનાવીએ તે અંતર્ગત ગુજરાતને છતીસગઢ સાથે “એક ભારત શ્રેષ્ઠ ભારત” શ્રુંખલાથી જોડવામાં આવ્યું છે તે અંતર્ગત આ સ્ટડી ટુર યોજાયેલ છે. જેમાં મોરબી-માળીયા (મીં) ના ધારાસભ્યનો સમાવેશ કરીને ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ, નાયબ મુખ્યમંત્રી, મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખએ મોરબીનું ગૌરવ વધાર્યું છે જે બદલ ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ આભારની લાગણી વ્યકત કરી છે. આમ, એક અભ્યાસુ, વહીવટી સુજ્જ, જાગૃત અને મહેનતકશ ધારાસભ્ય તરીકે બ્રિજેશ મેરજાને મળેલ આ ડેલિગેશનમાં સામેલ થવાની તકને સૌએ આવકારી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text