GIDCના ઊદ્યોગકારોને રૂ.500 કરોડની રાહત-સહાયના નિર્ણયને આવકારતા પ્રકાશ વરમોરા

- text


FIA દ્વારા કરવામાં આવેલી રજુઆત સફળ નીવડી 

પ્રેસિડેન્ટ પ્રકાશ વરમોરાએ સંવેદનશીલ નિર્ણય બદલ મુખ્યમંત્રીનો માન્યો આભાર

મોરબી : કોવિડ-19ની બીજી લહેર બાદ પણ ઉદ્યોગો માટે આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે તેવી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ FIA દ્વારા રજૂઆત કરવામાં આવી હતી. આ રજુઆત પ્રત્યે મુખ્યમંત્રીએ હકારાત્મક વલણ દાખવી GIDCના ઊદ્યોગકારોને રૂ.500 કરોડની રાહત-સહાય આપવાનો નિર્ણય લીધો છે. જેને FIAના પ્રેસિડેન્ટ પ્રકાશ વરમોરાએ આવકારીને મુખ્યમંત્રીનો ખાસ આભાર માન્યો છે.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સમક્ષ ઊદ્યોગ સંગઠનો, ગુજરાત વેપારી મહામંડળ અને FIA દ્વારા એવી રજૂઆત કરવામાં આવેલી કે કોવિડ-19ની બીજી લહેર બાદ પણ ઉદ્યોગો માટે આ આત્મનિર્ભર પેકેજ પૂન:અમલી બનાવવામાં આવે. મુખ્યમંત્રીએ આ રજૂઆતોનો સંવેદનાપૂર્ણ સકારાત્મક પ્રતિસાદ આપીને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ- GIDCને જરૂરી કાર્યવાહી માટે સૂચના અને માર્ગદર્શન આપ્યા હતા. વિજયભાઇ રૂપાણીના દૃષ્ટિવંત નેતૃત્વમાં GIDCએ આ સંદર્ભમાં ચાર નિતી વિષયક યોજનાઓ જાહેર કરી છે. આ યોજનાઓનો અંદાજે રૂ. 500 કરોડનો સહાય-લાભ સમગ્રતયા GIDCના 50,000 થી વધું ઉદ્યોગોને મળશે. વધુમાં ઊદ્યોગકારોને ઉત્પાદન શરૂ કરવાની 2021-22માં પૂર્ણ થતી સમય મર્યાદા-મોટેરિયમ પીરિયડ વધુ એક વર્ષ 2023 સુધી વધારી આપવામાં આવી- વણવપરાશી દંડની રકમ લેવાશે નહીં. GIDCની ઔદ્યોગિક અને રહેણાક વસાહતોના જમીન-મલ્ટી સ્ટોરીડ શેડ્સના ફાળવણીદારો માટેનો નિયત થયેલ ભાવવધારો નાણાંકીય વર્ષ 2021-22 માટે મોફૂફ રખાયો- ગત વર્ષ 2020-21ના ફાળવણી દર યથાવત રહેશે. જે ઊદ્યોગકારો દ્વારા અગાઉની નીતિ અંતર્ગત સમય મર્યાદાનો લાભ મેળવી શકેલ નથી તથા જેઓએ માર્ચ ૨૦૨૨ સુધી લાભ મેળવેલ છે તેવા ઊદ્યોગકારોને માર્ચ ૨૦૨૩ સુધી વપરાશની સમય મર્યાદા વધારી આપવામાં આવી છે.

- text

રાજ્ય સરકારના ઉદ્યોગોને વેગ આપવા માટેના આ સંવેદનશીલ નિર્ણયને FIAના પ્રેસિડેન્ટ પ્રકાશ વરમોરાએ આવકાર્યો છે. સાથે સરકારના હકારાત્મક વલણ બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો ખાસ આભાર માન્યો છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text