સસ્તા અનાજની દુકાને ખાંડ, તેલ ન પહોંચતા ગરીબોની જન્માષ્ટમી બગડશે!!

- text


સસ્તા અનાજના વેપારીઓ રેશનકાર્ડ ધારકોને જવાબ આપીને થાક્યા

હળવદ : જન્માષ્ટમી પર્વ આડે હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેમ છતાં મોરબી જિલ્લામાં મોટાભાગની સસ્તા અનાજની દુકાનોએ તહેવાર નિમિતે રાહત ભાવે આપતા ખાંડ, તેલનો જથ્થો ન પહોંચતા ગરીબોની જન્માષ્ટમી બગડવાના એંધાણ મળી રહ્યા છે. હળવદ તાલુકામાં તો સસ્તા અનાજના વેપારીઓ ગ્રાહકોને જવાબ આપીને થાક્યા છે.

હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સસ્તા અનાજની દુકાને પરવાનેદાર દ્વારા રૂપિયા ભરી દીધા હોવા છતાં તેલ અને ખાંડનો જથ્થો નહીં પહોંચતા ગરીબોનો તહેવાર બગડે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે.બીજી તરફ સસ્તા અનાજના વેપારીઓ રાશન કાર્ડ ધારકોને જવાબ આપી આપીને થાક્યા છે જેથી પુરવઠા વિભાગ વહેલી તકે ખાંડ અને તેલનો જથ્થો દરેક સસ્તા અનાજની દુકાને પહોંચતો કરી ગરીબોનો તહેવાર સુધરે તેવું આયોજન કરે તે જરૂરી હોવાનું લોકો અને પરવાનેદારો જણાવી રહ્યા છે.

- text

આ મામલે હળવદ પુરવઠા અધિકારી ચિંતનભાઈ આચાર્યને પૂછતા તેઓએ જણાવ્યું હતું કે હાલ તાલુકાની દરેક સસ્તા અનાજની દુકાનોને તેલનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. આવતા ત્રણ દિવસમાં દરેક સસ્તા અનાજની દુકાનો પર ખાંડનો જથ્થો પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે જેથી તહેવારો પહેલા જ દરેક લાભાર્થીઓને રાસન પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે સાથે સાથે રાજ્ય સરકાર દ્વારા આ મહિનાનું રાસન આપવાની મુદત લંબાવવામાં આવી છે. જેથી જે લાભાર્થી બાકી રહી ગયા હોય તો તેને આવતા મહિનાની પાંચ તારીખ સુધી પણ રાસન આપવામાં આવશે તેમ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text