મોરબીમાં રક્ષાબંધનની હર્ષોલ્લાસભેર ઉજવણી, દરેક બહેને વિરલાના કાંડે બાંધ્યું રક્ષાકવચ

- text


અનેક સંસ્થાઓ અને બહેનોએ દેશની સરહદના સીમાડાનું રક્ષણ કરતા જાબાઝ સૈનિકોને રાખડી મોકલાવી તેમના રક્ષણની પ્રાર્થના કરી,

કોરોનાની સ્થિતિ આ વખતે બહેતર હોવાથી રક્ષાબંધનની ઉજવણીમાં ખુશીઓની રોનક છવાઈ, ભુદેવોએ શાસ્ત્રોક્ત વિધિ પ્રમાણે યજ્ઞોપવિત ધારણ કર્યા

મોરબી : મોરબીમાં ભાઈ-બહેનના પવિત્ર હેતપ્રેમની પ્રતીક સમાન રક્ષાબંધન પર્વની આજે હર્ષોલ્લાસભેર ઉજવણી કરવામાં આવી હતી દરેક બહેનોએ આજે પોતાના વિરલાના કપાળે કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવી તેના કાંડે રક્ષાકવચ બાંધી ઈશ્વર સમક્ષ પોતાના ભાઈનું રક્ષણ કરવાની પ્રાર્થના કરી હતી. સામાપક્ષે ભાઈએ પણ બહેને નિર્દોષ સ્નેહ સાથે ભેટ સોગાદ આપી કોઈપણ મુસીબતમાં તેનું રક્ષણ કરવાનું વચન આપ્યું હતું. એકંદરે કોરોનાની સ્થિતિ આ વખતે બહેતર હોવાથી રક્ષાબંધનની ઉજવણીમાં ખુશીઓની રોનક છવાઈ હતી.

મોરબીમાં આજે રક્ષાબંધનના તહેવારે દરેક ઘરમાં ભારે ઉમંગ ઉલ્લાસ જોવા મળ્યો હતો, દરેક બહેને અગાઉ પોતાના ભાઈ માટે બજારમાંથી અવનવી વેરાયટીઓની રાખડીઓ ખરીદી કરી હતી.જો કે મોરબી સાસરે રહેતી ઘણી બહેનો પોતાના દૂર રહેતા ભાઈના ઘરે ન જઇ શકતા રાખડીઓ પોતાના ભાઈને કુરિયર મારફતે મોકલાવી હતી આવી ઘણી બહેનોએ આજે પોતાના ભાઈને ફોન કે વીડિયો કોલ કરીને રક્ષાબંધન પર્વ ઉજવ્યું હતું. જો કે આજે રક્ષાબંધનના પર્વ ઉપર દરેક બહેને પોતાના ભાઈ પ્રત્યે પ્રવિત્ર સ્નેહ વ્યક્ત કર્યો હતો અને દરેક બહેનોએ પોતાના વિરલાના કપાળે કુમકુમ તિલક કરી મોઢા મીઠા કરાવી તેના કાંડે રક્ષાકવચ બાંધી ઈશ્વર સમક્ષ પોતાના ભાઈનું રક્ષણ કરવાની પ્રાર્થના કરી હતી.

- text

ભાઈ-બહેન વચ્ચે ભેટ સોગાદ આપવામાં નિદોષ મજાક થતા પરિવારમાં આનંદ કિલ્લોલનું વાતાવરણ જોવા મળ્યું હતું.જો કે નાના ભાઈ બહેન વચ્ચે કાલીઘેલી ભાષામાં નિદોષ મજાક સાથે પવિત્ર સ્નેહ વ્યક્ત કરતા પરિવારના મોટેરાના ચહેરા પર ખુશીની લાગણી વ્યાપી ગઈ હતી. એકંદરે આજે ભાઈ બહેન વચ્ચે પવિત્ર સ્નેહની લાગણીનો ધોધ વહ્યો હતો.જ્યારે દેશના સીમાડાનું પોતાની જાનની બાઝી લગાવીને રક્ષણ કરતા ભારતીય સેનાના જવાનો પ્રત્યે પણ ઘણા મોરબીવાસીઓ અને સંસ્થાઓ તેમજ બહેનોએ સેવેદના દર્શાવી તેમની રક્ષા માટે મોટી સંખ્યામાં અગાઉથી રાખડી મોકલાવી હતી. તેમજ ઘણી સંસ્થાઓ દ્વારા રક્ષાબંધનની ઉજવણી કરવામાં આવી હતી ઘણી બહેનોએ પોલીસ જવાનોને પણ રાખડી બાંધી તેમની રક્ષા માટે પ્રાર્થના કરી હતી. તેમજ રક્ષાબંધનના પર્વ ઉપર આજે ભુદેવોને યજ્ઞોપવિત ધારણ કરવાની વિધિ હોવાથી આ માટે બ્રહ્મસમાજ દ્વારા જનોઈ બદલવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં બ્રાહ્મણની વાડી ખાતે શાસ્ત્રી વિપુલ શુક્લ દ્વારા શાસ્ત્રકત વિધી અનેક ભુદેવોએ યજ્ઞોપવીત ધારણ કર્યા હતા.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text