મોરબી-વાંકાનેર હાઇવે પર વેસ્ટ સળગાવતા ધુમાડાથી અકસ્માતનો ભય

- text


છેલ્લા એક અઠવાડિયાથી વેસ્ટ સળગાવતા હાઇવે પર ધુમાડાનું સામ્રાજ્ય

મોરબી : મોરબી-વાંકાનેર હાઇવે ઉપર છેલ્લા એક અઠવાડિયાથી સતત વેસ્ટ સળગાવામાં આવતા હાઇવે પર ધુમાડાનું સામ્રાજ્ય છવાઈ જાય છે. ધુમાડાનર કારણે સામેથી આવતા વાહનો ન દેખાતા વાહન ચાલકો ઉપર અકસ્માતનો ભય રહે છે. આથી આ બાબતે સંબધિત તંત્ર યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠી છે.

મોરબી-વાંકાનેર હાઇવે ઉપર ઢુંવા નજીક છેલ્લા એક અઠવાડિયાથી અમુક શખ્સો દ્વારા વેસ્ટ માલ સળગાવવામાં આવે છે અને રાત દિવસ સતત આ વેસ્ટ સળગાવવામાં આવતા હાઇવે ઉપર ધૂમાડાનું સામ્રાજ્ય છવાઈ જાય છે. ધુમાડો એટલો વધુ હોય છે કે ત્યાંનો આખો હાઇવે ધુમાડાથી ઢકાઈ જાય છે. હાઇવે ઉપર આ ધુમાડાના અતિક્રમણની લીધે સામેથી વાહનો આવતા દેખાતા જ નથી. આથી વાહન ચાલકો ઉપર સતત અકસ્માતની ભીતિ સેવાઇ છે.વેસ્ટ સળગાવવાના કારણે ભારે દુર્ગંધ ફેલાઈ છે અને હાઇવે પરના અમુક વૃક્ષો પણ બળી ગયા છે. આથી આ ગંભીર મામલે સંબધિત તંત્ર યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી છે.

- text

આ મામલે પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીએ જણાવ્યું હતું કે, હાઇવે ઉપર વેસ્ટ સળગાવવા અંગે યોગ્ય તપાસ કરવામાં આવશે અને જવાબદાર સામે કાયદેસરના પગલાં લેવામાં આવશે તેમ તેઓએ જણાવ્યું હતું.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text