જન્માષ્ટમીના તહેવારોમાં મીઠાઈનું ભાવ બંધણું કરવા માંગ

- text


ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે કલેકટરને રજુઆત કરી

ટંકારા : આગામી સમયમાં જન્માષ્ટમીનો તહેવાર આવી રહ્યો છે અને સાતમ આઠમના તહેવારોમાં મીઠાઈ અને ફરસાણના ભાવ વધુ હોવાથી સામાન્ય લોકોને પરવડતા નથી. આથી જન્માષ્ટમીના તહેવારોમાં મીઠાઈનું ભાવ બંધણું કરવા માંગ ઉઠી છે.

- text

ટંકારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમભાઈ વામજાએ કલેકટરને રજુઆત કરી હતી કે, હાલ શ્રાવણ માસ દરમિયાન આગામી સમયમાં સાતમ-આઠમના તહેવારો આવી રહ્યા છે અને આ તહેવારોના અવસર પર દરેક લોકો મીઠાઈ અને ફરસાણ ખરીદે છે. પણ મીઠાઈ અને ફરસાણના ભાવોમાં કોઈ બાંધણું ન હોવાથી અમુક વેપારીઓ મન ફાવે તેવા ભાવ વસુલે છે. આથી મોંઘાભાવની મીઠાઈ સામાન્ય વર્ગના લોકોને પોસાતી નથી. તેથી દરેક લોકો તહેવારોની ઉજવણી કરી શકે તે માટે મીઠાઈ અને ફરસાણના ભાવોમાં યોગ્ય બાંધણું કરવા અને શુદ્ધ મીઠાઈ મળી રહે તેવા પગલાં ભરવાની માંગ કરી છે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text