ઇન્ડિયન લાયોનેસ ક્લબનો શપથગ્રહણ સમારોહ યોજાયો

- text


લાયોનેસ કલબ દ્વારા કિશોરીઓ માટે પ્યુબર્ટી અવેરનેશ પ્રોગ્રામ સહિતના નવા પ્રકલ્પો માટે સંકલ્પ

મોરબી : મોરબી ઇન્ડિયન લાયોનેશ ક્લબના પ્રમુખ તરીકે સતત ત્રીજા વર્ષે પ્રીતિબેન દેસાઈની વરણી થઇ છે. ત્યારે નવનિયુક્ત હોદેદારોનો તાજેતરમાં શપથગ્રહણ સમારોહ યોજાયો હતો. જેમાં લાયોનેસ કલબ દ્વારા કિશોરીઓ માટે પ્યુબર્ટી અવેરનેશ પ્રોગ્રામ સહિતના નવા પ્રકલ્પો માટે સંકલ્પ લેવામાં આવ્યો હતો.

ઇન્ડિયન લાયોનેસ ક્લબ મોરબીના પ્રેસિડન્ટ પદે સતત ત્રીજા વર્ષે પ્રિતીબેન દેસાઈ રિપીટ થતા તાજેતરમાં નવનિયુક્ત હોદેદારોમાં વાઇસ પ્રેસિડન્ટ નયનાબેન બારા, સેક્રેટરી મયુરીબેન કોટેચા અને ટ્રેઝરર પૂનમબેન હીરાણી સહિતના હોદેદારોનો પદગ્રહણ સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે ઇન્ડિયન લાયોનેસ ઈન્સ્ટોલેશન ઓફિસર નિરુપમા બહેન વાગડિયા, ઇન્ડિયન લાયન્સ નેશનલના એડવાઈઝર કૌશિક ભાઈ ટાંક, નેશનલ જોઇન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા, ગુજરાત સ્ટેટ પ્રેસિડેન્ટ વિજયાબેન કટારીયા, વેસ્ટ સેક્ટર ચેરમેન સુરેશભાઈ કટારીયા લાયોનેસ કન્વીનર જાગૃતીબેન ખીમાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

- text

રાષ્ટ્રીય સેવાની ભાવનાને વરેલા ઇન્ડિયન લાયોનેસ કલબ મોરબીના વર્ષ 2021-22ના નવા હોદ્દેદારોના શપથવિધિ સમારોહમાં અતિથિ વિશેષ તરીકે યંગ ઇન્ડિયા ગ્રુપના મેન્ટોર દેવેનભાઈ રબારી, એડવોકેટ અને નોટરી કાજલબેન ચંડીભમર, મોરબી અપડેટના પાયોનિયર દિલીપભાઈ બરાસરા સહિતના અગ્રણીઓ હાજર રહ્યા હતા. અને લાયોનેસ ક્લબના પ્રજાલક્ષી વિવિધ પ્રોજેક્ટ અંગે વિચાર વિમર્શ કરાતા મહિલા ઉત્થાન અને કિશોરીઓ માટેના પ્યુબર્ટી પ્રોગ્રામ ભવિષ્યમાં શરુ કરવા સંકલ્પ લેવાયો હતો.


 

- text