હળવદ યાર્ડમાં નવા કપાસના ભાવે ભુક્કા બોલાવ્યા : 6511ના ભાવે મુહૂર્તનો સોદો

- text


કોંઢના કલ્યાણપુર ગામના ખેડૂતને નવા કપાસના વિક્રમી ભાવ મળતા ખુશખુશાલ

હળવદ : ઓણસાલ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે તો, બીજી તરફ નવા અને જુના કપાસના ભાવ વિક્રમી સપાટીએ ચાલી રહ્યા છે ત્યારે આજે હળવદ માર્કેટિંગ યાર્ડ નવી સિઝનના કપાસનો મુહૂર્તનો સોદો પ્રતિમણ રૂપિયા 6511ના ઓલટાઈમ હાઈએસ્ટ ભાવે સોદો પડતા આગામી સીઝનમાં કપાસના સારા ભાવ મળવાની આશાએ ખેડૂતો ખુશખુશાલ બન્યા છે.

દરવર્ષે નવી જણસ માર્કેટિંગ યાર્ડમાં આવે ત્યારે મુહૂર્તના સોદામાં ભાગ્યશાળી ખેડૂતને પ્રથમ નિપજના ઉંચાભાવે સોડા થતા હોય છે. જે અન્વયે આજરોજ હળવદ માર્કેટિંગ યાર્ડમાં કોંઢના કલ્યાણપુર ગામના ખેડૂત રમેશભાઈનો નવી સિઝનનનો કપાસ વેચવા માટે આવતા કપાસના વધામણાં માટે મુહૂર્તનો સોદો વાજતે ગાજતે થયો હતો અને હરરાજીમાં નવા કપાસ માટે રૂપિયા 1400થી બોલી શરૂ થઇ હતી. જે વેપારીઓની ચડસા-ચડસીમાં છેલ્લે ધાવડી કૃપા નામની વેપારી પેઢી દ્વારા પ્રતિમણ રૂપિયા 6511ના ભાવે સૌથી ઉંચી બોલી નવો કપાસ ખરીદ કરવામાં આવ્યો હતો.

જો કે, સામાન્ય રીતે હાલમાં કપાસિયા તેની બજાર ઉંચી જતા ખેડૂતોને માર્કેટિંગ યાર્ડમાં કપાસના સરેરાશ ભાવ પ્રતિ મણના ઉંચામાં ઉંચા 1700 અને નીચામાં 1100 રૂપિયા પ્રતિમણના ભાવ મળી રહ્યા છે. આ સંજોગોમાં હળવદ માર્કેટિંગ યાર્ડમાં 6511ના ભાવે નવો કપાસ વેંચતા આ વર્ષે ખેડૂતોને પ્રવર્તમાન બજાર મુજબ સારા ભાવ મળવાની આશા બંધાઈ છે.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text