આવતીકાલે 11 ઓગસ્ટ : ગ્રીનવેલી ઇન્ટરનેશનલ સ્કૂલના બાળકોને મચ્છુ જળ હોનારતનો સાક્ષાત્કાર કરાવાશે

- text


મચ્છુ જળ હોનારત અંગે બનેલી ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્દશન કરવાની સાથે ફિલ્મ નિર્માણ કરનાર દિલીપભાઈ બરાસરા અને હર્ષદ ગોહિલ વિદ્યાર્થીઓ સાથે કરશે ગોષ્ઠી

મોરબી : આવતીકાલે મચ્છુ જળ હોનારતની 42મી વર્ષગાંઠ છે ત્યારે નવી પેઢી પણ 1979ના ભયંકર જળ પ્રલયથી વાકેફ થાય તે હેતુથી આવતીકાલે મચ્છુ જળ હોનારત વિષયે બનેલી એકમાત્ર ડોક્યુમેન્ટરી ફિલ્મનું લજાઈ નજીક આવેલી ગ્રીન સ્કૂલમાં નિર્દશન કરવામાં આવશે સાથો-સાથ આ ડોક્યુમેન્ટરીનું સર્જન કરનાર સર્જકો પણ વિદ્યાર્થીઓ સાથે જળ પ્રલય સંદર્ભે વાર્તાલાપ કરશે.

- text

આફતો સામે બાથ ભીડી હમેશા મોરબી સ્વબળે બેઠું થતું આવ્યું છે ત્યારે વર્ષ 1979માં આવેલ મચ્છુ જળ હોનારતને આવતીકાલે 42 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોય મોરબીની ગ્રીન વેલી ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા આજની નવી પેઢીના બાળકો ભૂતકાળથી વાકેફ થઇ શકે તે હેતુથી મચ્છુ જળ હોનારત ઉપર બનેલી એકમાત્ર ડોક્યુમન્ટરી ફિલ્મ નિર્દેશન કરવામાં આવશે.સાથો સાથ આ ડોક્યુમેન્ટરી ફિલ્મનું નિર્માણ કરનાર મોરબી અપડેટના સુપ્રીમો દિલીપભાઈ બરાસરા અને અમદાવાદના હર્ષદભાઈ ગોહિલ પણ આ તકે હાજર રહી વિદ્યાર્થીઓ સાથે ઈન્ટરેક્શન કરી વિદ્યાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડશે.


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text