વાંકાનેર પોલીસની તવાઈ : વિવિધ સ્થળેથી વિદેશી દારૂ સાથે ચાર ઝડપાયા

- text


વાંકાનેર : વાંકાનેર પોલીસે વિવિધ સ્થળો પર વિદેશી દારૂની રેઇડ પાડી કુલ ચાર શખ્સોને ઝડપી પાડવામાં આવ્યા છે.

માટેલ ગામથી જામસર ગામ તરફ જતા રસ્તે પ્રકાશભાઇ ઉર્ફે પકો ગોરધનભાઇ વીરોડીયા અને પંકજભાઇ બાબુભાઇ નદાસીયાને મો.સા.રજી નં.GJ-36-Q-2809માં ગે.કા.રીતે, પાસ પરમીટ કે આધાર વગર વેચાણ કરવાના ઇરાદે ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની ઓરેન્જ હીલ વોડકા, ઓરેન્જ ફલેવર, વ્હીસ્કીની કંપની શીલપેક બોટલ નંગ-8 (કિ.રૂ. 2400) અને બાઈક મળી કુલ રૂ. 37,400ના મુદામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે. પોલીસે દારૂ અને બાઈક જપ્ત કરી આરોપીઓની અટક કરી તેમની સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધ્યો છે.

જયારે વાંકાનેરમાં સરતાનપર રોડ પર રીચ કારખાના સામે ગત તા. 3ના રોજ પોલીસને સંજયભાઇ પોપટભાઇ રાઠોડ ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર પોતાના કબ્જામાં ભારતીય બનાવટની ઇગ્લીશ દારૂની શીલપેક 1 બોટલ (કી.રૂ. 400)ના મુદામાલ સાથે મળી આવતા પોલીસે તેની અટકાયત કરી છે. વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી દારૂની બોટલ જપ્ત કરી વધુ તપાસ આદરી છે.

- text

વધુમાં, રાતિદેવળી ગામમાં વણકરવાસમાં બાબુભાઈ દામજીભાઈના મકાન સામે રાજેન્દ્રભાઈ બાબુભાઈ વોરા ઈકો કાર નંબર GJ 36 R 1858 માં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર વગર ભારતીય બનાવટની અંગ્રેજી દારૂ વ્હીસ્કીની શીલ પેક બોટલ નંગ 24 (કી.રૂ. 7200) તથા વોડકા (કી.રૂ. 3740)ની હેરાફેરી કરતા પકડાયો હતો. પોલીસે રેઈડ દરમ્યાન ઈગ્લીશ દારૂ અને કાર મળી કુલ રૂ. 1,30,940 નો મુદામાલ કબ્જે કર્યો હતો. તેમજ વાંકાનેર સીટી પોલીસે આરોપીની અટક કરી તેની સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text