નેસડા ઉમિયા ગૌશાળા ઢોલ-ત્રાસા મંડળ દ્વારા શહીદના પરિવારને રૂ.1 લાખ અર્પણ

- text


ટંકારા : નેસડા (ખા.) ગામના ઉમિયા ગૌશાળા ઢોલ – ત્રાસા મંડળ દ્વારા ફાળો એકત્ર કરી સુરેન્દ્રનગરના શહીદના પરિવારને 1 લાખ રૂપિયાની સહાય આપી માનવતા મહેકાવી છે.

નેસડા (ખા.) ગામના ઉમિયા ગૌસેવા ઢોલ – ત્રાસા મંડળ દ્વારા ગામમાં અનેક સેવાકીય પ્રવુતિઓ થાય છે. આ મંડળ દ્વારા એક દિવસ એવો રાખવામાં આવે છે કે તે દિવસમાં એકઠી થયેલી તમામ રકમ શહીદના પરિવારને આપવામાં આવે છે. જે અંતર્ગત મંડળ દ્વારા વગાડેલ ઢોલ – ત્રાસાની એક દિવસની રકમ આ વર્ષે 1 લાખ રૂપિયા જેટલી એકઠી થયેલી હતી. જે રકમ સુરેન્દ્રનગરના જિલ્લાના લીલાપુર ગામના વીર શહીદ કુલદીપ પટેલના પરિવારને અર્પણ કરવામાં આવી હતી.

- text

ગામના ઉમિયાં ગૌસેવા ઢોલ – ત્રાસા મંડળે આ ઉમદા કામગીરી થકી ગામના ગૌરવમાં એક પીછું વધુ ઉમેરી માનવતા મહેકાવી છે. સમસ્ત નેસડા (ખા.) ગામે ઉમિયા ગૌ સેવા મંડળને શુભેચ્છા પાઠવેલ છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text