સીરામીક કંપનીઓ જ્યાં સુધી માંગ નહિ સ્વીકારે ત્યાં સુધી ટ્રક હડતાલ ચાલુ રહેશે

- text


વાંકાનેરના રીફેક્ટરી તેમજ પાવડર ઉત્પાદક કંપનીઓએ ‘જીસકા માલ ઉસકા હમાલ’ની માંગને સ્વીકારી

વાંકાનેર : વાંકાનેરમાં આવેલ રીફેક્ટરી તેમજ પાવડર ઉત્પાદક કંપનીઓ દ્વારા ટ્રાન્સપોર્ટની જીસકા માલ ઉસકા હમાલની માંગને સ્વીકારી લેવામાં આવી છે. પરંતુ જ્યાં સુધી મોરબી સીરામીક કંપનીઓ માંગ નહીં સ્વીકારે ત્યાં સુધી હડતાળ યથાવત રાખી વાંકાનેર ટ્રાન્સપોર્ટ ઓનરો અને ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશને મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોશિએશની લડતને ટેકો જાહેર કર્યો છે.

વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એશોશિએશન પ્રમુખના જણાવ્યા મુજબ વાંકાનેરમાં આવેલ રીફેક્ટરી તેમજ પાવડર ઉત્પાદક કંપની દ્વારા વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનને લેખિતમાં બાંહેધરી આપી છે કે, જીસકા માલ ઉસકા હમાલ માંગને તેઓને સ્વીકાર્ય છે. અને વહેલી તકે લોડિંગ-અનલોડિંગ ચાલુ થાય એવી માંગ પણ કરી હતી. જે બાબતે વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ યોજાઈ હતી. જેમાં રીફેક્ટરી અને પાવડર ઉત્પાદક કંપનીને આ નિર્ણય મંજુર છે. પરંતુ સીરામીક એસોસિએશન દ્વારા હજી કોઈ નિર્ણય લીધેલ નથી. જેથી, રીફેક્ટરી તેમજ પાવડર સાથે જોડાયેલ ટ્રાન્સપોટરોએ જ્યાં સુધી હડતાલનો અંત ન આવે ત્યાં સુધી આ હડતાલ ચાલુ રાખવા નક્કી કર્યું છે.

- text

વધુમાં આ નિર્ણય ગતરાત્રે ચોટીલા ટ્રાન્સપોર્ટ તથા ટ્રક માલિકો સાથે વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનની મિટિંગ યોજાઈ જેમાં ચોટીલા ટ્રક ઓનરો તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશનને સંપૂર્ણ ટેકો જાહેર કરેલ છે. અને આજથી ગાડી લોડિંગ સંપુર્ણપણે બંધ કરેલ છે. તેવું વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ દ્વારા જાહેર કરાયું છે.


 

● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text