મોરબી કોંગ્રેસ આવતીકાલ શુક્રવારે ‘સંવેદનહીન સરકાર, રોજગાર આપો’ કાર્યક્રમ યોજશે

- text


મોરબી : મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા આવતીકાલે શુક્રવારે ‘સંવેદનહીન સરકાર સામે રોજગાર આપો અભિયાન’ કાર્યક્રમ યોજી વિરોધ પ્રદર્શન કરવામાં આવશે.

ગુજરાતની ભાજપ સરકાર 6 ઓગસ્ટના દિવસે રોજગાર દિવસ ઉજવી યુવાનોને ગેરમાર્ગે દોરવા તાયફાઓ કરવાના છે. ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અમિતભાઈ ચાવડાની સૂચના અનુસાર મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા ‘સંવેદનહીન સરકાર યુવાનોને રોજગાર આપો’ અભિયાન કાર્યક્રમનું આયોજન કરી ગુજરાતમાં યુવાનોને રોજગારમાં પડતી મુશ્કેલી સામે સરકારને જગાડવવા અને યુવાનોને અભ્યાસ કર્યા પછી તાત્કાલિક રોજગાર મળે તેમ કરવા પ્રદર્શન કરાશે.

હાલ ગુજરાતમાં યુવાનધન સામે સરકાર છેતરપીંડી કરી રહી છે. પરીક્ષાઓ લઇ પરિણામ આપવામાં આવતા નથી. નોકરીના ફોર્મ ભરવાની ફી યુવાનો પાસે લઇ આવા તાયફઓ કરી યુવાનોનું અપમાન કરી રહેલ છે. ત્યારે આ સરકારને પ્રજાના ટેક્સના પૈસાથી તાયફાઓ કરી યુવાનોની મશ્કરી કરી અપમાનિત કરી રહેલ છે. ત્યારે યુવાનોને રોજગાર આપવામાં સરકારની નિષ્ફળતાઓનો વિરોધ દર્શાવવાના કાર્યક્રમનું આયોજન કરેલ છે.

- text

આ કાર્યક્રમમાં મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રદેશના આગેવાનો, શહેરના આગેવાનો, તમામ હોદેદારો, કોર્પોરેટરો, વોર્ડ પ્રમુખો, તમામ ફ્રન્ટલ-સેલના ચેરમેનો, તમામ કાર્યકરો એ આવતીકાલ તા.6 ના રોજ સવારે 10:30 કલાકે મોરબીમાં મહારાણા પ્રતાપ સર્કલ ખાતે હાજર રહેવા મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ જયંતીભાઈ પટેલની યાદીમાં જણાવાયું છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text