પ્યાસીઓનો જીવ બળી ગયો!! હળવદમાં લાખોના વિદેશી દારૂ પર રોડ રોલર ફેરવી દેવાયું

- text


૩૫,૧૮૧ બોટલ દારૂનો નાશ કરાયો 

ડીવાયએસપી, પ્રાંત અધિકારી અને નશાબંધી અધિકારીઓ હાજર રહ્યા

હળવદ : હળવદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં છેલ્લા ત્રણ વર્ષમાં પોલીસના હાથે ઝડપાયેલા ઇંગ્લીશ દારૂનો આજે નાશ કરવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા ૩૫,૧૮૨ દારૂની બોટલ સહિત રૂપિયા ૯૦ લાખથી વધુના દારૂ પર રોડ રોલર ફેરવી દેવાતા અનેક પ્યાસીઓના જીવ બળી ગયા હતા.

ડીવાયએસપી રાધિકાબેન ભારાઈ, હળવદ પ્રાંત અધિકારી એફ.એમ. કાથડ, નશાબંધીના અધિકારીઓ તેમજ હળવદ પી.આઈ. પી.એ દેકાવાડિયા, પીએસઆઇ રાધિકા રામાનુજ સહિતના અધિકારીઓની હાજરીમાં વર્ષ 2018-19 અને 20 એમ ત્રણ વર્ષ દરમિયાન ઝડપાયેલા અંદાજે રૂ.90 લાખની કિંમતના વિદેશી દારૂની ૩૫,૧૮૨ બોટલ ઉપર આજે રોડ રોલર ફેરવી દેવામાં આવતા દારૂની જાણે નદી વહી હતી. ચાંપતા બંદોબસ્ત વચ્ચે આ કામગીરી પૂર્ણ કરવા આવી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text