હળવદમાં નારી ગૌરવ દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ જ ગાયબ

- text


કાર્યક્રમ અધુરો મૂકી નેતાઓએ ચાલતી પકડતા નારી ગૌરવ દિવસને ઝાંખપ

હળવદ : રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના નેતૃત્વના પાંચ વર્ષ પૂરા થવા નિમિત્તે ૪ ઓગસ્ટના રોજ નારી ગૌરવ દિવસની ઉજવણી હળવદ એપીએમસી ખાતે કરવામાં આવી હતી. પરંતુ આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ જ ગાયબ રહ્યા હતા. જ્યારે ચાલુ કાર્યક્રમને અધૂરો મૂકી અમુક નેતાઓએ ચાલતી પકડતાં નારી ગૌરવ દિવસને ઝાંખપ લાગી હતી.

આજે ૪ ઓગસ્ટના રોજ હળવદ તાલુકા કક્ષાના નારી ગૌરવ દિવસના કાર્યક્રમનું હળવદ એપીએમસી ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે સુરેન્દ્રનગર-વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલ હતા. પરંતુ કાર્યક્રમ ચાલુ થયો ત્યારથી પૂરો થયો ત્યાં સુધી ધારાસભ્ય ક્યાંય દેખાયા ન હતા. જ્યારે જિલ્લા લેવલના અને તાલુકા લેવલના પણ મોટાભાગના નેતાગણ ચાલુ કાર્યક્રમે ચાલતી પકડતાં તરેહ તરેહની ચર્ચાઓ વહેતી થઈ હતી.

- text

જ્યારે આ કાર્યક્રમમાં હળવદ તાલુકાના સ્વસહાય જુથના આઠ અને મળીયા તાલુકા બે સહિત દસ સ્વસહાય મહિલાના જુથોને આત્મનિર્ભય બનાવવા મહિલા ઉત્કૃષ્ટ યોજના હેઠળ બેંકો દ્વારા સહાય લોન સંમતિ પત્ર આપવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં મહિલાઓ અને પુરુષો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા. કાર્યક્રમમાં પ્રાંત અધિકારી એફ.એમ.કાથડ, તાલુકાના વિકાસ અધિકારી જે.એમ.પારેખ, હળવદ મામલતદાર પરમાર, માળીયાના ટી.ડિ.ઓ આર.કે .કોઢીંયા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઈ પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખ બકુબેન પઢીયાર, જીલ્લા ભાજપ મહામંત્રી જેશીંગભાઈ હુંબલ, તાલુકા પંચાયતના ઉપ પ્રમુખ નિલેશભાઈ ગામી, તાલુકા ભાજપ પ્રમુખ વાશુદેવભાઈ સીણોજીયા, શહેર પ્રમુખ કેતનભાઈ દવે, જીલ્લા ભાજપ મંત્રી જશુબેન પટેલ સહિતના નેતાગણ અને અધિકારીઓ હાજર રહ્યા હતા.

 


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text