સ્વંયભૂ જડેશ્વર મંદિરે શ્રાવણ માસમાં ભક્તો માત્ર દર્શનનો લાભ લઇ શકશે

- text


શ્રાવણ માસ દરમિયાન જડેશ્વર મંદિરે મેળા, ભંડારો, બ્રાહ્મણોને પૂજા માટે રોકાણ તેમજ યાત્રિકો માટે ઉતારાની વ્યવસ્થા બંધ

વાંકાનેર : વાંકાનેર નજીક આવેલ સ્વંયભૂ જડેશ્વર મંદિરે આગામી શ્રાવણ માસમાં ભીડ એકત્ર ન થાય તે માટે નિયત્રણ મુકવામાં આવ્યા છે. જેમાં સ્વંયભૂ જડેશ્વર મંદિરે શ્રાવણ માસમાં ભક્તો માત્ર દર્શનનો લાભ લઇ શકશે અને શ્રાવણ માસ દરમિયાન જડેશ્વર મંદિરે મેળા, ભંડારો, બ્રાહ્મણોને પૂજા માટે રોકાણ તેમજ યાત્રિકો માટે ઉતારાની વ્યવસ્થા બંધ કરવામાં આવી છે.

આગામી શ્રાવણ માસ નિમિતે સ્વયંભુ જડેશ્વર મહાદેવ મંદિરમાં જુદા-જુદા ધાર્મિક કાર્યક્રમો જેવા કે, પ્રાતઃઆરતી, મધ્યાહન આરતી, સાંજે મહાઆરતી વિગેરેમાં દર્શનાર્થીઓ હાજર રહી શકશે નહિ. તેમજ સમગ્ર શ્રાવણ માસ દરમ્યાન મેળાઓ તેમજ બ્રહ્મચોર્યાશી (ભંડારો), અન્નક્ષેત્ર (પ્રસાદ ભોજન) તેમજ બ્રાહ્મણોને પૂજા માટે રોકાણ કરવા અને યાત્રીકોને ઉતારાની વ્યસ્થા બંધ રાખેલ છે. માત્ર દર્શનાર્થીઓ માટે દર્શન વ્યવસ્થા નિયમાનુસાર ચાલુ રહેશે. જે બાબત સર્વે ધર્મપ્રેમી જનતાએ નોંધ લેવા મહંત ટ્રસ્ટીની યાદી જણાવેલ છે.

- text

શ્રાવણ માસ નીમિતે મંદિરમાં દર્શન માટેનો સમય સવારે ૫ થી રાત્રી ના ૯ વાગ્યા સુધીનો રહેશે. (નિજ મંદિરમાં પૂજા કરવા માટેનો સમય સવારે ૫ થી ૧૧ સુધી જ રહેશે.) મંદિરના ગર્ભગૃહમાં માત્ર પાંચ-સાત વ્યક્તિઓને જ પ્રવેશ મળશે. (S.O.P. ની ૫૦% ની ગાઈડલાઈન મુજબ) પૂજા કરતા ભક્તોએ માત્ર દૂધ-જલ-બિલીપત્ર ચઢાવી તુરંત બહાર આવી જવાનું રહેશે. ભક્તજનોનો સાથ સહકાર જરૂરી હોઇ વ્યવસ્થામાં સહકાર આપવા વિનંતી કરી છે.

અવ્યસ્થા સર્જાતા પૂજાની સુવિધા બંધ કરી દેવામાં આવશે અને પવિત્ર શ્રાવણ માસમાં આવતા અન્ય તમામ ઉત્સવો રદ્દ કરેલ છે. માત્ર મહંત સાદાઇથી પૂજન વિધી કરશે. ઉતારા, રાત્રી રોકાણ, બ્રહ્મભોજન (ભંડારો), અન્નક્ષેત્ર (પ્રસાદ-ભોજન)ની વ્યસ્થા બંધ રાખેલ છે. યાત્રિકો માટે પ્રસાદ-ઘર ચાલુ રહેશે. (પેકિંગ સુવિધા) શ્રાવણ માસના બીજા સોમવારે જડેશ્વર દાદાના પ્રાગટ્ય દિવસ નિમિતે યોજાતો લોક-સાંસ્કૃતિક મેળો રદ્દ કર્યો છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text