ભક્તિનગર સર્કલ ઓવરબ્રિજ નિર્માણમાં પાણી નિકાલ માટે પાઇપ નાખવા માંગ

- text


નગરપાલિકા પ્રમુખ અને ઉપપ્રમુખની નાયબ મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી : મોરબી ભક્તિનગર ઓવરબ્રિજ પર પાણીના નિકાલ માટે પાઇપ નાખવા બાબતે મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર અને ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા દ્વારા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલને લેખિત રજૂઆત કરવામાં આવી છે.

રજુઆતમાં જણાવાયું છે કે, મોરબી નગરપાલિકા વિસ્તારમાં ભક્તિનગર સર્કલ પાસે મોરબી-રાજકોટ બાયપાસને જોડતો ઓવરબ્રીજ બની રહ્યો છે. આ બ્રિજ ઉપર વરસાદી પાણીના નિકાલ માટેના પાણીના પાઈપ નાખવા અંગે અત્રેના માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને આ પહેલા બે વખત વિનંતી કરતો પત્ર લખેલ. પરંતુ મોરબી-રાજકોટ હાઈવે ઉપર શનાળા ગામ સુધી કામ થયેલ છે. પછીનું કામ બાકી રાખી દીધેલ છે. તો આ પાણીના પાઈપ નાખવાથી રોડનું ધોવાણ થતું અટકશે અને બ્રિજનું આયુષ્ય પણ વધશે તો આ રજુઆતને લક્ષમાં લઇ જે-તે વિભાગને જરૂરી આદેશો કરવા વિનંતી રજૂઆતમાં કરાઇ છે.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text