કોન્કલેવ થકી મોરબીના વિકાસનો રોડમેપ તૈયાર કરવાનો પ્રયાસ અભિનંદનને પાત્ર : શિક્ષણમંત્રી

- text


કોઈપણ ગામ, શહેર, રાજ્ય કે દેશનો વિકાસ રોડમેપ વગર અશક્ય : મોરબી માટે વિશેષ કાળજી લેવાની ખાતરી આપતા ભુપેન્દ્રસિંહ ચુડાસમા

મોરબી : મોરબીના સર્વાંગી અને સંતુલિત વિકાસ માટે વિઝન 2025ને લક્ષ્યમાં રાખી મોરબી અપડેટ દ્વારા આયોજિત થીંક મોરબી કોન્ક્લેવ 2021ના ચાર દિવસીય આયોજનમાં ગઈકાલે સમાપનના દિવસે રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વર્ચ્યુઅલી જોડાયા હતા અને કુટુંબથી લઇ ગામ, શહેર, રાજ્ય કે દેશનો વિકાસ રોડમેપ વગર અશક્ય હોવાનું જણાવી મોરબીની ચિંતા કરી આગામી વર્ષોની જરૂરિયાતોને ધ્યાને લઈ યોજાયેલ કોન્કલેવને અભિનંદનને પાત્ર ગણાવી રોડમેપ થકી જ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દેશને વિકાસને રસ્તે આગળ ધપાવી રહ્યા હોવાનું ભારપૂર્વક જણાવ્યું હતું.

શાંતિકુંજ મિડિયા પ્રાઇવેટ લિમિટેડના છત્ર હેઠળ મોરબી અપડેટ દ્વારા થીંક મોરબી 2021નું ચાર દિવસીય આયોજન કરી વર્ષ 2025ને લક્ષ્યમાં રાખી મોરબીના ઉદ્યોગો, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, કાયદો અને વ્યવસ્થા, રોડ-રસ્તા, સફાઈ વ્યવસ્થા, પાણીપ્રશ્ન, ધર્મ અને સંસ્કૃતિ, મહિલા ઉત્થાન, ડેવલોપમેન્ટ સહિતની બાબતો અંગે વિચારમંથન કરાયા બાદ કોન્ક્લેવના અંતિમ દિવસે મોરબી જિલ્લાના શિક્ષણ અને આરોગ્ય સંદર્ભે ગઈકાલે વિચાર મંથન કરવામાં આવ્યું હતું. જેના પ્રારંભમાં રાજ્યના શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા વર્ચ્યુઅલી જોડાયા હતા.

આ પ્રસંગે શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કોન્ક્લેવના આયોજનને અભિનંદન આપતા જણાવ્યું હતું કે,વર્ષ 2001-2002માં રાજ્યના મુખ્યમંત્રી બન્યા બાદ નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યની તમામ સમસ્યાઓ જેવી કે, પાણી, આરોગ્ય, સિંચાઈ માટે રોડમેપ બનાવી નક્કર કામગીરી શરૂ કરી, તેમને ઉમેર્યું કે, દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ ટૂંકું નહીં પરંતુ લાબું વિચારે છે. છેલ્લા 50 વર્ષોમાં કોઈ સરકારે ન કરી બતાવ્યું તે તેમને નક્કર રોડમેપ થકી કરી બતાવ્યું અને શિક્ષણક્ષેત્રે કરેલા દૂરંદેશી ભર્યા આયોજનને કારણે દીકરીઓનો ડ્રોપ આઉટ રેશ્યો ઘટવાની સાથે આજે પદવીદાન સમારોહમાં 50 વિદ્યાર્થીઓને મળતા ગોલ્ડ મેડલમાંથી 40 ગોલ્ડ મેડલ દીકરીઓને ફાળે જઈ રહ્યા છે જે નક્કર રોડમેપનું પરિણામ છે.

વધુમાં ભુપેન્દ્રસિંહે ઉમેર્યું કે, અઢીથી ત્રણ વર્ષના સમય સુધી સમગ્ર દેશમાંથી સૂચનો મંગાવી નવી શિક્ષણનીતિ બનાવવામાં આવી છે. જેમાં ઇનોવેશન,રિસર્ચને પ્રાધાન્ય આપી જે-તે વિસ્તાર રાજ્યના જરૂરિયાત મુજબના વિષયો ભણાવવામાં આવશે અને નવી શિક્ષણનિતીના સુંદર પરિણામો આવનાર વર્ષોમાં જવા મળશે. છેલ્લા પાંચ વર્ષમાં સરકારી શાળાઓના રૂપરંગ બદલ્યા છે અને ગુણવત્તાસભર શિક્ષણથી આજે ખાનગી શાળાઓ સાથે સરકારી શાળાઓ સીધી જ હરીફાઈ કરતી થઇ છેને પાછલા વર્ષમાં રાજ્યના 3.5 લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારી શાળામાં અભ્યાસ માટે આવ્યા હોવાનું તેમને જણાવ્યું હતું.

શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આ તકે મોરબી કોન્ક્લેવના આયોજનને બિરદાવી મોરબીના લોકો વર્ષ 2025 માટે અત્યારથી જ આગોતરું આયોજન, વિચાર મંથન માટે શિક્ષણ ક્ષેત્રે તેમજ આરોગ્ય ક્ષેત્ર માટે મોરબી માટે વિશેષ કાળજી લેવાની ખાતરી આપવાની સાથે કોરોના મહામારીને પગલે માસ પ્રમોશન અપાતા બાળકોને શિક્ષણમાં પ્રશ્નો ઉપસ્થિત ન થયા તે માટે ધોરણ-11ના વિદ્યાર્થીઓને ધોરણ 10નું ઉપયોગી શિક્ષણ આપવામાં આવશે તેમજ સરકારનો જ્ઞાનકુંજ પ્રોજેક્ટનો લાભ પણ વિદ્યાર્થીઓ લે તે માટે આગ્રહ સેવ્યો હતો.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text