મોરબી અપડેટ કોન્કલેવ ડે-3 : મોરબીના પડકારો અને તેના ઉકેલ અંગે કરાશે ચર્ચા-વિચારણા

- text


કલેકટર, અધિક કલેકટર, ડેપ્યુટી કલેકટર, એસ.પી., ચીફ ઓફિસર સહિતના હોદેદારો રહેશે ઉપસ્થિત

મોરબી : ગત તા. 31 જુલાઈથી આરંભ થયેલા મોરબી અપડેટ કોન્કલેવનો આજે તા. 2 ઓગસ્ટના રોજ ત્રીજો દિવસ છે. જેમાં મોરબીના રોજિંદા પડકારો અને તેના ઉકેલ અંગે વિચારમંથન કરવામાં આવનાર છે.

શાંતિકુંજ મીડિયા પ્રાઇવેટ લિમિટેડ સંચાલિત મોરબી અપડેટ આયોજિત થિંક મોરબી કોન્કલેવ – 2021માં ગઇકાલે મોરબીમાં મહિલાઓ, ધર્મ-સંસ્કાર તથા સ્વૈચ્છિક સંસ્થાઓની વિકાસમાં ભાગેદારી અંગે વિચારમંથન કરાયા બાદ આજે ત્રીજા દિવસે મોરબીની સામાન્ય જનતાની લગતી સમસ્યાઓ જેવી કે ટ્રાફિક, સ્વચ્છતા, ઇન્ફ્રાસ્ટ્રકર ટાઉન પ્લાનિંગ અને કાયદો વ્યવસ્થાના પ્રશ્નો અને તેના ઉકેલ અંગે ચર્ચા-પરામર્શ કરવામાં આવશે.

- text

જેમાં જિલ્લા કલેકટર જે. બી. પટેલ, જિલ્લા પોલીસ વડા એસ. આર. ઓડેદરા, ડી.ડી.ઓ. પરાગ ભગદેવ, અધિક કલેકટર એન. કે. મુછાર, ડેપ્યુટી કલેકટર ડી. એ. ઝાલા, ચીફ ઓફિસર ગિરીશ સરૈયા, માર્ગ અને મકાન વિભાગના હિતેશ આદ્રોજા, ધારાસભ્ય બ્રિજેશ મેરજા, જિલ્લા પંચાયત પ્રમુખ ચંદુભાઈ સિંહોરા, નગરપાલિકા પ્રમુખ કુસુમ પરમાર, મોરબી સીરામીક એસોસિએશનના પ્રમુખ નિલેશ જેતપરીયા, ક્લોક એસોસિએશનના પ્રમુખ શશાંક દંગી, ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટના જેન્તીભાઇ રાજકોટીયા, અગ્રણી જયંતીભાઈ ભાડેશીયા, બિલ્ડર એસોશિએશન પ્રમુખ ભરતભાઈ બોપલીયા, બિલ્ડર રાજુભાઈ ધમાસણા સહિતના આગેવાનો ઉપસ્થિત રહી ચર્ચા-વિચારણા કરશે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text