સીરામીક ફેકટરીમાં દોઢ વર્ષની બાળકીનું અપહરણ કરનાર આરોપી ઝડપાયો

- text


મોરબી એલસીબીએ ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં આરોપીને પકડી અપહૃત બાળકીને હેમખેમ શોધીને પરિવારને સોંપી

મોરબી : મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા સીરામીક કારખાનામાં મજૂરી કામ કરતા પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની માસૂમ દીકરીનું એક શખ્સ અપહરણ કરી ગયાનો બનાવ સામે આવ્યા બાદ મોરબી એલસીબીએ આરોપીને ઝડપી લેવા તેમજ માસૂમ બાળકીને હેમખેમ શોધી કાઢવા સઘન તપાસ ચાલવી હતી અને આ દિશામાં સઘન તપાસના અંતે ચોક્કસ બાતમી મળતા એલસીબી ટીમે આરોપીને ફરિયાદ નોંધાયાના ગણતરીના દિવસોમાં જ અમરેલી જિલ્લામાંથી ઝડપી લીધો હતો. તેમજ માસૂમ બાળકીને હેમખેમ શોધી કાઢી તેના પરિવારને સોંપી હતી.

બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના લખધીરપુર રોડ ઉપર આવેલા સીરામીક કરખાનાના લેબર ક્વાર્ટરમાં રહીને મજૂરી કામ કરતા પરપ્રાંતીય પરિવારની દોઢ વર્ષની દીકરીનું ગત તા.18 જુલાઈના રોજ મનોજ નામનો શખ્સ અપહરણ કરી ગયો હતો. જેમાં આ મનોજ નામનો શખ્સ આ બનાવના સાતેક દિવસ પહેલા પરપ્રાંતીય પરિવાર પાસે આવ્યો હતો અને તેની પાસે કામધંધો કે રહેવા આશરો ન હોય પરપ્રાંતીય દંપતીએ પરિચિત ન હોવા છતાં માનવતા દાખવીને આ શખ્સને તેમની સાથે જ રહેવા આશરો અને કારખાનામાં કામ અપાવ્યું હતું. પણ આ શખ્સે દંપતી સાથે વિશ્વાસઘાત કરીને તેની માસૂમ દીકરીને ફેકટરીના લેબર ક્વાર્ટરમાં લઇ જવાનું કહીને અપહરણ કરી ગયો હતો. આ બનાવ અંગે અપહૃત બાળકીની માતાએ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ અપહૃત બાળકીને શોધી કાઢવા અને આરોપીને ઝડપી લેવાની સૂચના આપતા એલસીબી પીઆઇ વી.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી તેમજ એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ સહિતની અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી. જેમાં ઘટનાસ્થળ આસપાસના સીસીટીવી ફૂટેજ સાથે રાખી આજુબાજુના વિસ્તારમાં આરોપીનો ફોટો બતાવી પોલીસે તપાસ કરતા આરોપી મનોજ ઉર્ફે ટેટીયા કેલસિંગ મોહનીયા મૂળ એમપીનો અને હાલ રખડતો ભટકતો હોવાની ઓળખ મળી હતી.

- text

આથી આરોપીને પકડી લેવા પોલીસની ટીમોએ સીરામીક કારખાનાના શ્રમિકોની પૂછપરછ તેમજ મોરબીના જીઆઇડીસી વિસ્તારમાં અને ગોંડલ, ધોરાજી, ઉપલેટા, જામનગર જિલ્લામાં તપાસ ચલાવી ટેક્નિકલ માધ્યમ તથા હ્યુમન ઇન્ટેલિજન્સ મારફતે તપાસ કરતા આરોપીનું લોકેશન મબ્યુ હતું અને ચોક્કસ હકીકતના આધારે પોલીસે આરોપીને અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામની સીમમાંથી આરોપી મનોજને ઝડપી લીધો હતો. તેમજ ભોગ બનનાર બાળકી પણ હેમખેમ મળી આવતા આ અંગે વધુ કાર્યવાહી હાથ ધરી છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text