મોરબી જિલ્લામાં આડેધડ વાહન ચલાવતા – પાર્કિગ કરનારા ઉપર તવાઈ

- text


ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ ડઝનેક વાહનચાલકો સામે કાર્યવાહી

મોરબી : મોરબીમાં કોવિડની બીજી લહેરની વિદાય વચ્ચે જનજીવન એકદમ નોર્મલ બની જતા અગાઉ જેવો જ ટ્રાફિક સર્જાતા પોલીસે પણ ટ્રાફિકને અંકુશમાં લેવા ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે કાયદાનો દંડો ઉગામ્યો છે. જેમાં ગઈકાલે મોરબી જિલ્લામાં આડેધડ વાહન ચલાવતા કે પાર્કિગ કરતા વાહનચાલકો ઉપર તવાઈ ઉતારી હતી અને ટ્રાફિકના નિયમોનો ભંગ બદલ ડઝનેક વાહનચાલકો સામે કાર્યવાહી હાથ ધરી હતી.

મોરબી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી જનજીવન સામાન્ય બની જવાથી અગાઉ જેવી જ ટ્રાફિકની સમસ્યા સર્જાતા સમગ્ર જિલ્લાની પોલીસ દ્વારા વારંવાર ટ્રાફિકની ઝુંબેશ હાથ ધરવામાં આવે છે. દરમિયાન ગઈકાલે પણ મોરબી જિલ્લામાં ટ્રાફિક પોલીસ સહિત અલગ અલગ પોલીસ દ્વારા ખાસ ટ્રાફિકની ડ્રાઈવ હાથ ધરવામાં આવી હતી.

જેમાં ટ્રાફિકના નિયમોનો ભંગ કરી ખાસ કરીને આડેધડ વાહનો ચાલવી કે જ્યાં ત્યાં વાહનો પાર્ક કરતા ડઝનેક વાહનચાલકો પોલીસની ઝડપે ચડી ગયા હતા. જેમાં મોરબીમાં ટ્રાફિકને અડચણ રૂપ વાહન પાર્ક કરતા કે અકસ્માત સર્જાઈ તે રીતે વાહન ચલાવતા ત્રણ બાઈકચાલકો,એક ટ્રક, છકડો રીક્ષા, વાંકાનેરમાં ચાર રીક્ષાચાલકો તેમજ માળીયામાં એક બાઈકચાલક મળી કુલ બાર વાહનચાલકો સામે ટ્રાફિકના નિયમોના ભંગ બદલ કર્યાવહી કરવામાં આવી હતી.

- text


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text