ચોમાસામાં વીજ શોકથી બચવા હળવદમાં લોખંડના વીજ પોલને પ્લાસ્ટિક પાઈપનું કવચ

- text


રોટરી કલબ ઓફ હળવદ દ્વારા દાતાઓના સહયોગથી પ્રોજેકટ

હળવદ : ચોમાસા દરમિયાન થતા શોર્ટ સર્કિટથી બચવા અને ખાસ કરીને અબોલ જીવને વીજ શોક ન લાગે તે માટે હળવદ રોટરી કલબ દ્વારા લોખંડના ઈલેકટ્રીક થાંભલાઓ ઉપર પી.વી.સી. પાઇપના કવર ચડાવવામાં આવ્યા છે.

ખાસ કરીને ચોમાસાની સીઝનમાં લોખંડના થાંભલાઓ શોર્ટ થતા હોય છે. જેના કારણે અત્યારે સુધીમાં શહેરમાં ઘણા બધા ઢોર અને જાનવર મોતને ભેટ્યા છે. છેલ્લા 4 વર્ષથી રોટરી ક્લબ ઓફ હળવદ દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ત્યારથી શોર્ટ લાગવાના પ્રમાણમાં મહદઅંશે ઘટાડો જોવા મળી રહ્યો છે.

સ્કૂલે આવતા જતા બાળકો માટે તેમજ થાંભલાની બાજુ માંથી પસાર થતા લોકો માટે પણ આ પોલ ખુબ જોખમી હોય. આ બાબતની ગંભીરતા લઇને રોટરી દ્વારા આ પાઇપ ફિટિંગનો ચોથો રાઉન્ડ શરૂ કરવામાં આવ્યો છે.

અગાઉ અને અત્યારે શહેરની આખી મેઇન બજારમાં થાંભલાને આ રીતેજ સુરક્ષા કવચ લગાવવામાં આવ્યા હતા. આ વખતે પણ લોકોની જ્યાં વધુ અવરજવર થતી હોય તેવી જગ્યાએ તેમજ ઢોરની બેઠક હોય ત્યાંની આજુબાજુની જગ્યા એ આવતા 22 પોલ ઉપર પ્રોટેક્શન કવર લગાડવામાં આવ્યા છે.

- text

આ પ્રોજેક્ટનું ડોનેશન હરિકૃષ્ણ પ્લાસ્ટિક ઇન્ડસ્ટ્રીઝવાળા શૈલેષભાઇ પટેલ તરફથી આપવામાં આવ્યું છે અને પ્રોજેકટ ચેરમેન સન્ની ત્રિવેદીની મહેનત લગનથી રોટરી ક્લબ ઓફ હળવદના યુવાનોએ ભારે જહેમત ઉઠાવીને આ પ્રોજેક્ટ કર્યો છે.


● ડ્રિંકિંગ વોટરની 20 લિટરની નોર્મલ અને ઠંડી થર્મોશની બોટલ કઈ રીતે બને છે ?
● ભારતમાં ઈ-વ્હીકલનું ભવિષ્ય કેવું છે ? ઈ-વ્હીકલ માટે સરકારની પોલિસી કેટલી અસરકારક છે ?
● ગુજરાતી યુવતીઓ બનાવે છે -બાઇક..
● પેટ્રોલના ભાવ 100ને અડું અડું!!! શું કહે છે આ બાબતે મોરબીના લોકો..
આવા અનોખા વિડિઓ અને લોકલ વિડિઓ ન્યુઝ જોવા માટે તેમજ તેની નોટિફિકેશન મેળવવા માટે આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text